શોધખોળ કરો
ટૂંકમાં જ બંધ થવાની છે આ બેંક, ફટાફટ ઉપાડી લો તમારા રૂપિયા
કંપનીએ તેની પાછળનું કારણ અનેપક્ષિત ઘટનાઓને કારણે કારોબાર અવ્યવહારિક હોવાનું જણાવ્યું હતું.
નવી દિલ્હીઃ આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંક પોતાનો કારોબાર સમેટવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંકે સોમવારે જણાવ્યું કે, કંપનીએ સ્વેચ્છાએ પોતાનો કારોબાર સમેટવાની અરજી કર્યા બાદ તેને મંજૂરી આપવામાં આવી છે. રિઝર્વ બેંકે એક નોટિફિકેશનમાં કહ્યું કે, ‘આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંક લિમિટેડ સ્વેચ્છાએ લિક્વિડેટ કરવાની અરજી પર મુંબઈ હાઈકોર્ટે 18 સપ્ટેમ્બર 2019ના આદેશ જારી કર્યા છે.’
રિઝર્વ બેંકે કહ્યું કે, મુંબઈ હાઈકોર્ટને ડેલોઈટ તાઉચે તોમસ્તુ ઇન્ડિયા એલએલપીના વરિષ્ઠ ડાયરેક્ટર વિજયકુમાર વી. અય્યરને તેના માટે લિક્વિડેટર નિમ્યા છે. આ વર્ષે જુલાઈની શરૂઆતમાં આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંકે પોતાનો કારોબાર સમેટવાની જાહેરાત કરી હતી. કંપનીએ તેની પાછળનું કારણ અનેપક્ષિત ઘટનાઓને કારણે કારોબાર અવ્યવહારિક હોવાનું જણાવ્યું હતું.
પેમેન્ટ બેન્કિંગ બજારમાં અત્યાર સુધી ચાર કંપનીઓ બંધ થઈ ગઈ છે. ટેક મહિન્દ્રા, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની અને દિલીપ સાંધવી, આઈડીએફસી બેંક લિમિટેડ અને ટેલીનોર ફાઈનાન્શિયલ સર્વિસિસના જોડાણમાં બનેલ પેમેન્ટ બેંક બંધ કરવાની જાહેરાત પહેલા જ કરી ચૂક્યા છે. ફેબ્રુઆરી 2018માં કારોબાર શરૂ કરનાર આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેંક બંધ કરવાની જાહેરાત કરનારી ચોથી કંપની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement