BSNL 5G Service: અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે BSNLની 5G સેવા ક્યારે શરૂ થશે, દેશભરમાં લગાવવામાં આવશે ટાવર!
CIIના એક કાર્યક્રમમાં મંત્રીએ કહ્યું કે ટેલિકોમ ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડને વાર્ષિક રૂ. 500 કરોડથી વધારીને રૂ. 4,000 કરોડ કરીને નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે.
5G Service in India: ભારતના કેટલાક સ્થળોએ 5G સેવા શરૂ કરવામાં આવી છે. 2023 સુધીમાં, રિલાયન્સ જિયો અને એરટેલ દ્વારા સમગ્ર દેશમાં 5G સેવા શરૂ કરવામાં આવશે. કંપનીઓનું કહેવું છે કે 5G નો રિચાર્જ પ્લાન 4G જેટલો જ હશે. આ માટે ગ્રાહકોએ વધારે ખર્ચ કરવો પડશે નહીં.
દરમિયાન, ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે BSNL પણ ટૂંક સમયમાં 5G સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. તેને અપગ્રેડ કરવામાં ઓછામાં ઓછા 5 થી 7 મહિનાનો સમય લાગી શકે છે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ગુરુવારે માહિતી આપી હતી કે દેશભરમાં લાખો ટાવર સાથે 5G સેવા શરૂ કરવામાં આવશે.
CIIના એક કાર્યક્રમમાં મંત્રીએ કહ્યું કે ટેલિકોમ ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડને વાર્ષિક રૂ. 500 કરોડથી વધારીને રૂ. 4,000 કરોડ કરીને નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે. પીટીઆઈના અહેવાલ મુજબ, અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 5 થી 7 મહિનામાં BSNLની 4G ટેક્નોલોજી 1.35 લાખ ટેલિકોમ ટાવર પર 5Gમાં રોલઆઉટ કરવામાં આવશે.
સરકાર ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ વધારશે
BSNL એ Tata Consultancy Services (TCS) ને 5G ટેસ્ટિંગ માટેના સાધનો વિશે પૂછ્યું છે. મંત્રીએ કહ્યું કે BSNL દ્વારા ભારતના દૂરના વિસ્તારોમાં 5G સેવાઓ પૂરી પાડવામાં આવશે. તેનાથી લોકોની નેટવર્ક સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવશે. વૈષ્ણવે કહ્યું કે ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ માટે દર વર્ષે 500 કરોડ રૂપિયાનું બજેટ લાવવામાં આવે છે, પરંતુ હવે તેને 3 હજારથી 4 હજાર કરોડ સુધી લઈ જવાની યોજના બનાવવામાં આવી રહી છે.
રેલ્વે મંત્રીએ સ્ટાર્ટઅપ વિશે માહિતી આપી
સ્ટાર્ટઅપ્સનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે રેલવે હેઠળ 800 સ્ટાર્ટઅપ્સ અને ડિફેન્સ સેક્ટર હેઠળ 200 સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું કે હવે કોઈપણ નવા આઈડિયા અને નવા સોલ્યુશન લઈને આવી શકે છે. આ વિચારોને શરૂઆતથી જ પ્રોડક્ટ લેવલ પર લાવવામાં આવશે અને પછી તેનો ઉપયોગ ઘણા સેક્ટરમાં કરવામાં આવશે.