શોધખોળ કરો

BSNL 5G Service: લાખો BSNL ગ્રાહકો માટે સારા સમાચાર, જાણો ક્યારથી શરૂ થશે 5G સેવા

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સમગ્ર ઓડિશાને 2 વર્ષમાં 5G સેવાઓથી આવરી લેવામાં આવશે. ભુવનેશ્વર અને કટકમાં આજથી 5G સેવાઓ શરૂ થઈ ગઈ છે.

BSNL 5G Service: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) 2024માં 5G સેવા શરૂ કરશે. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે BSNL એ 4G નેટવર્કને રોલ આઉટ કરવા માટે TCS અને C-DOTની આગેવાની હેઠળના કન્સોર્ટિયમને શોર્ટલિસ્ટ કર્યું છે, જે કરાર હેઠળ ઓર્ડર આપ્યાની તારીખથી લગભગ એક વર્ષમાં 5G પર અપગ્રેડ કરવામાં આવશે.

ઓડિશામાં 5G સેવા શરૂ થઈ

પત્રકારો સાથે વાત કરતા માહિતી અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “BSNL 2024માં 5G સેવાઓ શરૂ કરશે. તેમણે ઓડિશામાં Jio અને Airtelની 5G સેવાઓ શરૂ કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી. આ દરમિયાન મંત્રી વૈષ્ણવ સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર હતા.

5G 2 વર્ષમાં સમગ્ર ઓડિશામાં હશે

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સમગ્ર ઓડિશાને 2 વર્ષમાં 5G સેવાઓથી આવરી લેવામાં આવશે. ભુવનેશ્વર અને કટકમાં આજથી 5G સેવાઓ શરૂ થઈ ગઈ છે. અશ્વિની વૈષ્ણવે 26 જાન્યુઆરી, 2023 પહેલા રાજ્યમાં 5G સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વચન આપ્યું હતું કે જે સમયસર પૂર્ણ કરેલ છે.

5000 મોબાઈલ ટાવર લગાવવામાં આવશે

મંત્રી વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે રાજ્યમાં ટેલિકોમ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે ₹5,600 કરોડ ફાળવ્યા છે. તેમણે કહ્યું કે, ઓડિશામાં 100 ગામોને આવરી લેતી 4G સેવાઓ માટે 100 ટાવર શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન રાજ્યમાં વિશ્વ સ્તરીય સંચાર સુવિધાઓ સાથેના 5000 મોબાઈલ ટાવર સ્થાપિત કરવામાં આવશે.

બીએસએનએલે ટેરિફમાં કર્યો વધારો

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના ગ્રાહકો રાહ જોઈ રહ્યા છે કે તેઓને 4G નો અનુભવ ક્યારે મળશે, પરંતુ તે પહેલા જ કંપનીએ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં, BSNL એ તેના 3G પ્લાનમાં મળતા લાભો ઘટાડી દીધા છે, જેનો અર્થ છે કે હવે આ પ્લાન્સ તમને પહેલા કરતા વધુ ખર્ચ કરવો પડશે. ડિસેમ્બરની શરૂઆતમાં, કંપનીએ સસ્તા રૂ. 94 BSNL પ્લાનના લાભમાં ઘટાડા વિશે જાણ કરી હતી. હવે, BSNL એ વધુ ત્રણ પ્લાનના લાભો ઘટાડી દીધા છે. 

BSNL ના પ્રીપેડ પ્લાન, જેની કિંમત હવે પહેલા કરતા વધુ હશે

બીએસએનએલે ટેરિફ ચાર્જમાં વધારો ન કરીને એજ પ્લાનમાં મળતા લાભમાં ઘટાડો કર્યો છે. BSNL એ જે ત્રણ પ્લાન માટે લાભો ઘટાડી દીધા છે તેમાં રૂ. 269, રૂ. 499 અને રૂ. 799 પ્લાનનો સમાવેશ થાય છે. રૂ 269 અને રૂ 769 ની યોજનાઓ ઓક્ટોબર 2022 માં લોન્ચ કરવામાં આવી હતી જ્યારે રૂ 499 પ્રીપેડ પ્લાન ઘણો જૂનો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget