શોધખોળ કરો
Advertisement
બર્ગર કિંગનો IPO ક્યારે થશે લિસ્ટ, રોકાણકારો તરફથી કેવો મળ્યો રિસ્પોન્સ, જાણો વિગતે
આઈપીઓની સાઈઝ 7.45 કરોડ ઈક્વિટી શેરની હતી, જેની સામે 294.77 કરોડ ઈક્વિટી શેર માટે અરજી મળી છે.
નવી દિલ્હી: રેસ્ટોરન્ટ ચેઈન ધરાવતી કંપની બર્ગર કિંગ ઈન્ડિયાના આઈપીઓને રોકાણકારો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે. આ આઈપીઓ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. આ આઈપીઓ 156.65 ગણો સબ્સક્રાઈબ થયો છે. શેર બજાર પર મળેલી જાણકારી મુજબ એલિજેબલ ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર કેટેગરીમાં કંપનીના આઈપીઓને 86.64 ગણો, નોન ઈન્સ્ટિટ્યૂશન કેટેગરીમાં 354.11 ગણો અને રિટેલ ઈન્વેસ્ટર કેટેગરીમાં 68.14 ગણો સબ્સક્રાઈબ થયો. તે સાથે સબસ્ક્રિપ્શનની દ્રષ્ટિએ તે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ પછી બીજો સૌથી સફળ આઈપીઓ બની ગયો છે, જે 157.41 ગણો ભરાયો હતો.
આઈપીઓની સાઈઝ 7.45 કરોડ ઈક્વિટી શેરની હતી, જેની સામે 294.77 કરોડ ઈક્વિટી શેર માટે અરજી મળી છે.
બુધવારે કંપનીનો આઈપીઓ ખુલ્યો. તેના ખુલ્યા બાદ તરત જ, કંપનીને તેના સંપૂર્ણ આઈપીઓ કરતા વધુ માટે બિડ્સ મળી. 810 કરોડ રૂપિયાના આઈપીઓ હેઠળ કંપનીએ 450 કરોડ રૂપિયાનાં નવા શેર જારી કર્યા છે. આ માટે કંપનીની પ્રમોટર એન્ટિટી ક્યૂએસઆર એશિયા પ્રાઇવેટ લિમિટેડે છ ટકા સુધીનો હિસ્સો વેચવાની ઓફર કરી છે. કંપનીએ આઇપીઓ માટે ભાવ પ્રતિ શેર 59 થી 60 રૂપિયા નક્કી કર્યો હતો.
ક્યુએસઆરને મહત્તમ ભાવના આધારે છ ટકા હિસ્સા માટે રૂ. 360 કરોડ મળશે. બર્ગર કિંગ ઈન્ડિયાએ મંગળવારે એન્કર રોકાણકારો પાસેથી રૂપિયા 364.5 કરોડ એકત્ર કર્યા. કંપની દેશભરમાં 268 રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમાંથી આઠ ફ્રેન્ચાઇઝી મોડેલો પર કામ કરે છે જે મુખ્યત્વે એરપોર્ટ પર છે, બાકીની રેસ્ટોરન્ટ કંપનીની માલિકી છે.
બર્ગર કિંગના શેરોની ફાળવણી 9 ડિસેમ્બર સુધીમાં ફાઈનલ થાય તેવી શક્યતા છે. તેનું લિસ્ટિંગ 14 ડિસેમ્બર સુધીમાં થવાની શક્યતા છે. બર્ગર કિંગ છઠ્ઠો પહેલો એવો આઈપીઓ છે જે પહેલા જ દિવસ ઓવર સબ્સક્રાઈબ થઈ ગયો હતો. આ પહેલા હેપિએસ્ટ માઈન્ડ્સ, રૂટ મોબાઈલ, કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ અને લિખિતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આઈપીઓ પહેલા જ દિવસે પૂરો સબ્સક્રાઈબ થઈ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement