BYJU’s Resignation: કર્મચારીઓ પાસે બળજબરીપૂર્વક રાજીનામાની માંગ કરી રહી છે BYJU'S, કેરળ બાદ હવે કર્ણાટકમા લાગ્યા આરોપ
બેંગ્લોરની અગ્રણી ઓનલાઈન એજ્યુકેશન કંપની Byju's ફરી એકવાર ચર્ચામાં છે
BYJU’s Resignation: બેંગ્લોરની અગ્રણી ઓનલાઈન એજ્યુકેશન કંપની Byju's ફરી એકવાર ચર્ચામાં છે. કેરળના તિરુવનંતપુરમમાં મોટા પાયે છંટણીના સમાચારો સામે આવ્યા બાદ હવે કંપની કર્ણાટકમાં પણ કર્મચારીઓ પાસેથી બળજબરીપૂર્વક રાજીનામાની માંગણી કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કર્મચારીઓ તાત્કાલિક રાજીનામું આપે અથવા બરતરફીનો સામનો કરે તેવી ચર્ચા ચાલી રહી છે.
કર્ણાટકનું સ્ટેટ IT/ITS એમ્પ્લોઇઝ યુનિયન (KITU) કહે છે કે Byju's તેના બેંગલુરુ હેડક્વાર્ટરમાં કર્મચારીઓની છંટણી કરી રહી છે. KITU સેક્રેટરી સૂરજ નિધિયંગાએ મીડિયાને જણાવ્યું હતુ કે બાયજુના કર્મચારીઓ રાજીનામું આપવા માંગતા ન હતા પરંતુ તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. કંપનીનો એચઆર વિભાગ કર્મચારીઓ પાસેથી બળજબરીપૂર્વક રાજીનામું લેવાનો પ્રયાસ કરી રહ્યો છે.
કેરળમાં પણ સામૂહિક છંટણી કરવામાં આવી હતી
જો કે, તેમનું એમ પણ કહેવું છે કે છંટણી અંગે કંપની તરફથી કોઈ લેખિત માહિતી મળી નથી. છેલ્લા એક સપ્તાહથી એચઆર વિભાગ કર્મચારીઓને ફોન કરીને સ્વેચ્છાએ રાજીનામું આપવાનું કહી રહ્યું છે. તિરુવનંતપુરમ ઓફિસમાં મોટાપાયે છંટણી કર્યા પછી મીડિયાનું ધ્યાન દોર્યું અને નોકરીમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓ કેરળના શ્રમ પ્રધાનને મળ્યા હતા. બાયજુની મેનેજમેન્ટ ટીમે કેટલાક કર્મચારીઓને ટ્રાન્સફરનો વિકલ્પ ઓફર કર્યો હતો.
બીજી તરફ બાયજુ કંપનીનું કહેવું છે કે બાયજુ તેના કર્મચારીઓને રાજીનામું આપવા દબાણ કરી રહી છે તે બિલકુલ ખોટું છે. BYJU એક જવાબદાર સંસ્થા છે અને દેશના તમામ કાયદાઓનું પાલન કરે છે. બાયજુ સમગ્ર ભારતમાં લગભગ 50,000 લોકોને રોજગાર આપે છે.
November Changes: 1 નવેમ્બરથી ગેસ સિલિન્ડર સહિત અનેક ચીજો બદલાશે, જાણો તમારા પર શું થશે અસર
Financial Changes from 1 November: વર્ષ 2022ના 10 મહિના પૂરા થઈ જવા આવ્યા છે અને નવેમ્બરનો 11મો મહિનો શરૂ થવાનો છે. દરેક નવા મહિનાની શરૂઆતમાં કેટલાક નવા ફેરફારો આવે છે જેના વિશે અમે તમને સમયાંતરે જાણ કરતા રહીએ છીએ. આ સમયે કેટલાક આર્થિક ફેરફારો છે જેની સીધી અસર તમારા પર પડી શકે છે.
એલપીજીના ભાવમાં વધારો થઈ શકે છે
એલપીજી સિલિન્ડરના નવા ભાવ દર મહિનાની પહેલી તારીખે જાહેર કરવામાં આવે છે અને ઘટાડો અથવા વધારો જાહેર કરવામાં આવે છે. આ વખતે પણ 1 નવેમ્બરના રોજ એલપીજી અને કોમર્શિયલ ગેસ બંનેના નવા ભાવ જાહેર થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો હોવાથી માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો થઈ શકે છે. આ બંને 14.2 kg ઘરેલુ LPG અને 19 kg કોમર્શિયલ LPG સિલિન્ડર માટે હોઈ શકે છે.