(Source: ECI/ABP News/ABP Majha)
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી, જાણો કઈ તારીખ છે છેલ્લી
ટેક્સ રિટર્ન (IT Returns)દાખલ કરવાની તારીખ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી છે.
નવી દિલ્હીઃ ટેક્સ રિટર્ન (IT Returns)દાખલ કરવાની તારીખ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી છે. નાણા મંત્રાલયે કહ્યું કે, વ્યક્તિગત કરાદાતાઓ માટે નાણાકીય વર્ષ 2021-22ના ઈન્કમ ટેક્સ રિટર્ન(IT Returns) ભરવાની સમય મર્યાદા વધારીને 31 ડિસેમ્બર કરી દેવામાં આવી છે.
CBDT extends the due date for filing of Income Tax Returns for the assessment year 2021-22 till 31st December pic.twitter.com/7IJc8MTsN7
— ANI (@ANI) September 9, 2021
નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન (ITR) દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2021 ની સામાન્ય સમયમર્યાદાથી પહેલાથી 30 સપ્ટેમ્બર, 2021 સુધી વધારી દેવામાં આવી હતી. શરૂઆતથી અવરોધો અને અન્ય સમસ્યાઓને ધ્યાને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્ફોસિસ (નવી આવકવેરા ટેક્સપોર્ટલ બનાવનારી કંપની) ને તમામ સમસ્યાઓને ઉકેલવા માટે 15, સપ્ટેમ્બર 2021 સુધીનો સમય આપ્યો હતો.
Ind vs Eng, 5th Test:આવતીકાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ ટેસ્ટ, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઈવ ટેલિકાસ્ટ
આવતીકાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ રમાશે. ભારત 5 મેચની સિરીઝમાં 2-1થી આગળ છે. દર્શકો 5મી ટેસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં જો માનચેસ્ટર ટેસ્ટ ડ્રો રહી અથવા ટીમ ઈન્ડિયા જીતવામાં સફળ રહી તો 2007 પછી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહેશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય મુજબ બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે. બપોરે 3 કલાકે ટોસ ઉછાળવામાં આવશે.
કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
સોની નેટવર્કની ચેનલ પરથી મેચનું લાઇવ ટેલિકાસ્ટ થશે. જ્યારે જિયો ટીવી પરથી લાઇવ સ્ટ્રિમિંગ નીહાળી શકાશે.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામે તારીખ ૧૦મી સપ્ટેમ્બરથી શરૃ થઈ રહેલી પાંચમી અને આખરી ટેસ્ટ મેચ પહેલા ફિટ થઈ ગયો છે. જ્યારે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા હાલ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. ટીમ ઈન્ડિયાના બંને દિગ્ગજ બેટ્સમેનોને જૂની ઈજા સતાવી રહી છે. જોકે પૂજારા માંચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડે પણ ચોથી ટેસ્ટની શરમજનક હાર બાદ માંચેસ્ટરમાં બરોબરી મેળવવા માટે કમર કસી છે.
આવતીકાલથી શરૂ થતી પાંચમી અને નિર્ણાયક મેચ માટે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા ફિટ નહીં હોય તો તેમના સ્થાને મયંક અગ્રવાલ અને સૂર્યકુમાર યાદવને સમાવવામાં આવી શકે છે. જ્યારે કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહેલા અજિંક્ય રહાણેના સ્થાને હનુમા વિહારીને તક આપવામાં આવી છે. જ્યારે બોલિંગમાં મોહમ્મદ સિરાજના સ્થાને શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.