દહેજમાં થશે કાર્બન બ્લેકનું ઉત્પાદન, કોન્ટિનેન્ટલ કાર્બને ભારતમાં બીજું ઉત્પાદન એકમ શરૂ કર્યું
ટાયર સહિતની વસ્તુઓના ઉત્પાદન માટે જરુરી કાર્બન બ્લેક બનાવતી કંપની કોન્ટિનેન્ટલ કાર્બને ભારતમાં તેનું બીજું ઉત્પાદન એકમ શરૂ કરવા ગુજરાતની પસંદગી કરી છે.
અમદાવાદઃ ભારત સરકારની ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલના પગલે વિશ્વની અગ્રણી કાર્બન બ્લેક સપ્લાયર કોન્ટિનેન્ટલ કાર્બને આજે ભારતમાં ગુજરાતના દહેજ ખાતે તેનો નવો ઉત્પાદન એકમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. સમગ્ર વિશ્વમાં ગ્રાહકો તરફથી કાર્બન બ્લેકની માગમાં વૃદ્ધિના પગલે વિસ્તરણ કરાયું છે. નવો બિઝનેસ એકમ 4 ઉત્પાદન લાઈન ધરાવે છે અને તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા અંદાજે 1,50,000 ટન છે.
નોંધપાત્ર રોકાણ સાથે તૈયાર કરાયેલ એકમ આ પ્રદેશમાં રોજગારીની તકો ઊભી કરવાની સાથે ઉત્પાદન ક્ષમતા પણ વધારશે અને કાચા માલ તરીકે કાર્બન બ્લેક પર નિર્ભર ઉદ્યોગોની વધતી માગ પણ પૂરી કરશે.
આ પ્રસંગે વાત કરતાં કોન્ટિનેન્ટલ કાર્બનના પ્રમુખ ટી.એમ. ચેને કહ્યું હતું કે, ‘ગુજરાત રાજ્યમાં અમારું બીજું ઉત્પાદન એકમ શરૂ કરવાની જાહેરાત કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે. તે હિન્દ મહાસાગર રિજનમાં વિકાસ અને વિસ્તરણ કરવા મદદરૂપ થવાની સાથે પ્રદેશમાં કાચા માલના પુરવઠાની ચેઈન અને ટાયર ગ્રાહકો હોવાના ક્લસ્ટર લાભનો ઉપયોગ કરવામાં પણ મદદરૂપ થશે. નેશનલ કેપિટલ રિજનમાં અમારા પહેલા એકમ ઉપરાંત કોન્ટિનેન્ટલ કાર્બન હવે ભારતમાં ટોચની 3 કાર્બન બ્લેક સપ્લાયર્સ બનવાની તૈયારીમાં છે.’અમે પર્યાવરણના સંદર્ભમાં સભાન રીતે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરીને અને સર્ક્યુલર ઈકોનોમીની પદ્ધતિ અમલમાં મૂકી છે ત્યારે આ પ્લાન્ટે સ્થાનિક તંત્ર દ્વારા નિશ્ચિત પર્યાવરણના રક્ષણ સંબંધિત બધા જ માપદંડો પૂરા કર્યા છે.
ટેક્નોલોજીની દૃષ્ટીએ અત્યાધુનિક મશીનરીના ઉપયોગ અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે ઊંચા સ્પેસિફિકેશન ધરાવતા ઈક્વિપમેન્ટના ઉપયોગ મારફત આ સિદ્ધિ હાંસલ કરાઈ હતી. આ માટે એક્ઝોસ્ટ ગેસની પુનઃ પ્રાપ્તી અને પુનઃ વપરાશ અને વીજ ઉત્પાદન માટે વરાળમાં રૂપાંતરણ સહિતના પગલાં લેવાયા હતા. ડીસલ્ફરાઈઝેશન અને ડીનાઈટ્રિફિકેશન સાધનો પણ ઈન્સ્ટોલ કરાયા છે. કોન્ટિનેન્ટલ કાર્બન વર્ષ 2000થી ભારતમાં તેના ભાગીદારો સાથે ખૂબ જ નજીકથી કામ કરી રહી છે. ભવિષ્યમાં તે ભારતના રબર અને પ્લાસ્ટિક ઉદ્યોગની નવી જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આરએન્ડડી તથા ટેક્નોલોજીમાં રોકાણ ચાલુ રાખશે અને વ્યાવસાયિક સેવા પૂરી પાડશે.
કોન્ટિનેન્ટલ કાર્બન કંપની વિશ્વની અગ્રણી કાર્બન બ્લેક સપ્લાય કરતી કંપની છે. 1936માં તેની સ્થાપનાના સમયથી અત્યાર સુધીમાં સર્ક્યુલર ઈકોનોમીની મુખ્ય પરિકલ્પના સાથે તેણે કાર્બન બ્લેકના ઉત્પાદન અને એપ્લિકેશન્સમાં ટેક્નોલોજીકલ પ્રગતિ ચાલુ રાખી છે. કંપનીએ સમગ્ર વિશ્વમાં ચાર ઓપરેશન કેન્દ્રો, 3 આરએન્ડડી કેન્દ્રો અને 9 ઉત્પાદન બેઝ સ્થાપ્યા છે. વધારામાં ટાયર્સ અથવા રબરને અપગ્રેડ કરવા વિશેષ એપ્લિકેશન્સ અને નવીન વિકાસ સાથે કાર્બન બ્લેક ઉત્પાદનોની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવતાં કોન્ટિનેન્ટલ કાર્બન પ્લાસ્ટિક ઉત્પાદનો, ઈન્ક કોટિંગ્સ અને હાઈ-એન્ડ 3ડી પ્રિન્ટિંગ તથા ઈલેક્ટ્રોનિક ઉત્પાદન એપ્લિકેશન્સ માટે શ્રેષ્ઠ સોલ્યુશન્સ પૂરાં પાડે છે.