શોધખોળ કરો
Advertisement
દેશમાં ક્રિપ્ટોકરન્સીની માંગ વધી, એક બિટકોઈનની કિંમત કેટલા લાખ પર પહોંચી ? જાણો
ક્રિપ્ટોકરન્સીની ચલણની શરૂઆતમાં જ તપાસ ચાલી રહી છે. બિટકોઈનમાં ખૂબજ ઓછા સમયમાં જ જબરજસ્ત વૃદ્ધિ જોવા મળી છે.
નવી દિલ્હી: દેશમાં ક્રિપ્ટોકરન્સીની માંગ વધી રહી છે. ભારતમાં બિટકોઈનની કિંમત 11 લાખને પાર પહોંચી ગઈ છે. હાલ બિટકોઈનની કિંમત 11 લાખ 94 હજાર 257 રૂપિયા છે. અમેરિકામાં અસ્થિરતા, અન્ય પરિબળો સાથે, વ્યાજના દરોમાં વધતા વધરાના કારણે તેની કિંમત વધી છે અને બિટકોઈનની કિંમત 2017ના સ્તર તરફ વધી રહી છે. તે સમયે એક બિટકોઈનની કિંમત 12 લાખ રૂપિયા હતી.
વર્ષ 2018માં ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) એ આ ક્રિપ્ટોકરન્સીના વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને તેના ચલણ પર અસ્થાયી રોક લગાવી હતી. જો કે, બાદમાં સુપ્રીમ કોર્ટે આરબીઆઈના નિર્ણયને બદલી અને પ્રતિબંધ હટાવી લીધો હતો. બિટકોઈનના ખરીદ-વેચાણ કરનારા આંતરરાષ્ટ્રીય લોકો ભારતમાં વધતા નવા માર્કેટમાં મહત્તમ લાભ ઉઠાવવા માંગે છે અને તેમાં એન્ટ્રી કરી રહ્યાં છે. જો કે, બિટકોઈનની માંગ ચરમ પર છે. થિરિયમ(Ethereum) હાલમાં તેને 33,090 રૂપિયા પ્રતિ યૂનિટ જ્યારે લિટકોઈન 4,829 રૂપિયા વેચી રહ્યું છે. ભારતમાં એથેરિયમ દુનિયાની બીજી સૌથી મોટી ડિજિટલ કરન્સી છે.
એક બિટકોઈનની કિંમત 11 લાખથી વધુ રૂપિયા
ક્રિપ્ટોકરન્સીની ચલણની શરૂઆતમાં જ તપાસ ચાલી રહી છે. બિટકોઈનમાં ખૂબજ ઓછા સમયમાં જ જબરજસ્ત વૃદ્ધિ જોવા મળી છે. બિટકોઈન હાલમાં લોકલબિટકોઈન પર 11,94,257 રૂપિયા અને યૂનોકોઈન પર 11,00,000 રૂપિયામાં મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બિટકોઈન પ્રથમ એવી ક્રિપ્ટોકરેન્સી છે જેનું ચલણ વધતા એથિરિયમ, લિટકોઈન, રિપલ મોનેરા અને અન્ય ઓલ્ટકોઈનને જન્મ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
બોલિવૂડ
Advertisement