શોધખોળ કરો

બિલિયોનગર નહીં હવે કહો ટ્રિલિયનર મસ્ક, ઇતિહાસમાં પહેલીવાર કોઈ વ્યક્તિ 13 અંકોની સંપત્તિ સુધી પહોંચ્યા

World First Trillionaire: એલોન મસ્કે ઇતિહાસ રચ્યો છે. સ્પેસએક્સના IPOને કારણે મસ્ક હવે વિશ્વના પ્રથમ ખરબપતિ બન્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એલન મસ્ક SpaceX IPO બાદ વિશ્વના પ્રથમ ટ્રિલિયનપતિ.
  • SpaceX IPO થી $75 બિલિયન મળતા સંપત્તિ વધી.
  • મસ્કની સંપત્તિ 21 દેશોની GDP કરતાં પણ વધુ.

World First Trillionaire: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે એક નવો એવો રેકોર્ડ બનાવી દીધો છે, જેને અત્યાર સુધી કોઈ સ્પર્શી શક્યું ન હતું. SpaceX ના રેકોર્ડબ્રેક IPO બાદ મસ્કની કુલ સંપત્તિ 1 ટ્રિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ ડોલરને પાર પહોંચી ગઈ છે. આની સાથે જ મસ્ક દુનિયાના પ્રથમ ટ્રિલેનિયર (Trillionaire) બની ગયા છે.

રોયટર્સના રિપોર્ટ અનુસાર, સ્પેસએક્સે પોતાના IPO દ્વારા 75 અબજ ડોલર એકઠા કર્યા છે. આ ઐતિહાસિક લિસ્ટિંગ બાદ કંપનીનું વેલ્યુએશન ઝડપથી વધ્યું અને મસ્કની નેટવર્થ પણ 1.1 ટ્રિલિયન ડોલરથી વધુ પહોંચી ગઈ. IPO પહેલા ફોર્બ્સે તેમની સંપત્તિ આશરે 780 અબજ ડોલર આંકી હતી.

આ પણ વાંચો...Stock Market Today: શેરબજાર ગ્રીન નિશાને ખુલ્યું, સેન્સેક્સમાં 876 પોઈન્ટનો ઉછાળો, નિફટ્નું સ્ટેટસ પણ મજબૂત

21 દેશોની GDP કરતા પણ વધુ સંપત્તિ

મસ્કની સંપત્તિ એટલી મોટી થઈ ચૂકી છે કે જો આની સરખામણી દુનિયાના દેશોની અર્થવ્યવસ્થા (Economy) સાથે કરવામાં આવે તો તેઓ કેટલાય દેશોથી આગળ નીકળી જાય છે. વર્તમાનમાં દુનિયામાં માત્ર 21 દેશોની જીડીપી (GDP) 1 ટ્રિલિયન ડોલર કરતા વધારે છે. આ હિસાબે એલન મસ્કની વ્યક્તિગત સંપત્તિ દુનિયાની 22મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બરાબર પહોંચી ગઈ છે.

સ્પેસએક્સ બની સંપત્તિનું સૌથી મોટું કારણ

મસ્કની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો સ્પેસએક્સમાં તેમની ભાગીદારીમાંથી આવે છે. રિપોર્ટ અનુસાર કંપનીમાં તેમની હિસ્સેદારીની કિંમત આશરે 866 અબજ ડોલર છે. આ સિવાય ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉનું ટ્વિટર), ન્યૂરાલિંક અને ધ બોરિંગ કંપનીમાં પણ તેમની મોટી હિસ્સેદારી છે.

ટેસ્લાથી શરૂ થઈ હતી સફર

54 વર્ષના એલન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેમણે ટેસ્લા અને સ્પેસએક્સ દ્વારા દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી. ટેસ્લાએ ઇલેક્ટ્રિક વાહનોની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી, જ્યારે સ્પેસએક્સે ખાનગી અંતરિક્ષ ક્ષેત્રને નવી દિશા આપી.

એલન પ્રીમિયમ પર દાવ લગાવી રહ્યા છે રોકાણકારો

માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે રોકાણકારો માત્ર કંપનીઓ પર નહીં, પરંતુ મસ્કના વિઝન પર દાવ લગાવી રહ્યા છે. આ જ કારણે તેમની કંપનીઓને મળતું વેલ્યુએશન હવે 'એલન પ્રીમિયમ' (Elon Premium) ના નામે ઓળખાય છે. જો કે, વિવેચકોનું માનવું છે કે કોઈ એક વ્યક્તિના હાથમાં આટલી આર્થિક અને વ્યાપારિક તાકાતનું કેન્દ્રિત થવું કેટલાય સવાલો પણ ઊભા કરે છે. આમ છતાં, રોકાણકારોનો ભરોસો મસ્ક પર સતત જળવાયેલો છે.

ઇતિહાસમાં પહેલીવાર

દુનિયાએ અત્યાર સુધી કેટલાય અબજોપતિઓ (Billionaires) જોયા છે, પરંતુ ટ્રિલેનિયરનો દરજ્જો મેળવનારા એલન મસ્ક પ્રથમ વ્યક્તિ બની ગયા છે. તેમની આ સિદ્ધિ માત્ર બિઝનેસ જગતમાં જ નહીં પરંતુ વૈશ્વિક આર્થિક ઇતિહાસમાં પણ એક નવો અધ્યાય જોડે છે.

Frequently Asked Questions

દુનિયાના પ્રથમ ટ્રિલિયનર કોણ બન્યા છે?

એલન મસ્ક દુનિયાના પ્રથમ ટ્રિલિયનર બન્યા છે. SpaceX ના રેકોર્ડબ્રેક IPO બાદ તેમની સંપત્તિ 1 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગઈ છે.

એલન મસ્કના ટ્રિલિયનર બનવા પાછળનું મુખ્ય કારણ શું છે?

SpaceX ના રેકોર્ડબ્રેક IPO અને તેમાં તેમની મોટી હિસ્સેદારીને કારણે તેઓ પ્રથમ ટ્રિલિયનર બન્યા છે. આ IPO દ્વારા 75 અબજ ડોલર એકઠા થયા હતા.

એલન મસ્કની સંપત્તિની દુનિયાના દેશોની અર્થવ્યવસ્થા સાથે કેવી રીતે તુલના કરી શકાય?

તેમની વ્યક્તિગત સંપત્તિ દુનિયાની 22મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બરાબર છે. હાલમાં, ફક્ત 21 દેશોની GDP 1 ટ્રિલિયન ડોલર કરતા વધુ છે.

'એલન પ્રીમિયમ' એટલે શું?

રોકાણકારો મસ્કના વિઝન પર ભરોસો રાખી તેમની કંપનીઓમાં રોકાણ કરે છે. આ વિશ્વાસને કારણે તેમની કંપનીઓને મળતું વેલ્યુએશન 'એલન પ્રીમિયમ' તરીકે ઓળખાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Advertisement

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Embed widget