Flipkart, Amazon Republic Day sales: સ્માર્ટફોન્સ, લેપટોપ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ઈ-કોમર્સ વેબસાઈટ Amazon અને Flipkart એ પ્રજાસત્તાક દિવસના અવસર પર વધુ એક સેલની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ વેબસાઈટ Amazon અને Flipkart એ પ્રજાસત્તાક દિવસના અવસર પર વધુ એક સેલની જાહેરાત કરી છે. જ્યારે અમેઝોન 17 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી તેના ગ્રેટ રિપબ્લિક ડેઝ સેલનું આયોજન કરશે, જ્યારે ફ્લિપકાર્ટનું બિગ સેવિંગ ડેઝ સેલ 17મી જાન્યુઆરીથી શરૂ થશે અને 22મી જાન્યુઆરીએ પૂર્ણ થશે. અમેઝોન પ્રાઇમ મેમ્બર્સ અને ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સને સામાન્ય ગ્રાહકો કરતાં 24 કલાક પહેલાં સેલ ઑફર્સની ઍક્સેસ મળશે.
Amazon Great Republic Day Sale 2022:
અમેઝોન સેલની શરૂઆત 17 જાન્યુઆરીએથી થશે અને 20 જાન્યુઆરીએ ખત્મ થશે. એટલે કે અમેઝોન પ્રાઇમ મેમ્બર્સને 16 જાન્યુઆરીથી ડિલ્સ અને ઓફર્સનો લાભ લઇ શકશે. સેલ દરમિયાન એસબીઆઇ ક્રેડિટ કાર્ડ્સ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. લોકો અલગ-અલગ સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. લોકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પર 70 ટકા અને ઓટોમોટિવ આવશ્યક ચીજો પર 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. વેબસાઈટ પર આપવામાં આવેલી વિગતો મુજબ, Boat Watch Matrix, Samsung Galaxy Tab A8, અને Boat Airdopes 181 earbuds સેલ દરમિયાન લોન્ચ કરવામાં આવશે.
Flipkart Big Saving Days sale 2022 :
ફ્લિપકાર્ટનો બિગ સેવિંગ ડેઝ સેલની શરૂઆત 17મી જાન્યુઆરીથી થશે અને 22 જાન્યુઆરીએ સેલ પૂર્ણ થશે. ફ્લિપકાર્ટ પ્લસના સભ્યો 16 જાન્યુઆરીથી આ સેલનો લાભ લઇ શકશે.
સેલ દરમિયાન ગ્રાહકોને ICICI બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર 10 ટકાનું ત્વરિત ડિસ્કાઉન્ટ મળશે. જોકે વેબસાઈટે હજુ સુધી સ્માર્ટફોન્સ પર ચોક્કસ ડીલ્સની જાહેરાત કરી નથી, એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે Poco, Apple, Realme અને Samsung જેવી સ્માર્ટફોન બ્રાન્ડ્સ તેમના સ્માર્ટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી શકે છે. સ્માર્ટવોચ, ઈયરબડ, લેપટોપ સહિતના અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર 80 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
જો તમે મોટા ડિસ્કાઉન્ટ્સ સાથે કોઇ પણ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ ખરીદવા માંગતા હોવ તો આ સેલ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. કારણ કે ગ્રાહકોને બંન્ને વેબસાઇટ તરફથી સેલ દરમિયાન મોટી ઓફરો કરવામાં આવશે.