શોધખોળ કરો

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?

Free Rasan App Download: જો તમે પણ સરકારી રાશનનો લાભ લો છો તો તેના માટે eKYC કરાવવું જરૂરી છે. જો તમે હજુ સુધી eKYC નથી કરાવ્યું તો તમને રાશન મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચંડીગઢ, દાદરા-નગરહવેલીમાં રાશન સબસિડી હવે મોબાઈલ વોલેટ દ્વારા.
  • લાભાર્થીઓએ બેંકની e₹ (ડિજિટલ રૂપી) એપ ડાઉનલોડ કરવી પડશે.
  • રાશન મેળવવા eKYC ફરજિયાત; Mera eKYC એપ દ્વારા થશે.
  • ઓનલાઈન મુશ્કેલી પડે તો નજીકની રાશન દુકાનેથી કરાવો.

Free Rasan App Download: જો તમે સરકાર તરફથી મળતા ફ્રી રાશનનો લાભ લો છો તો આ સમાચાર તમારા કામના છે. જો તમે ચંડીગઢ અથવા દાદરા અને નગર હવેલીમાં રહો છો તો હવે તમને મોબાઈલ વોલેટના માધ્યમથી રાશનની સબસિડી મળશે અને તેના માટે તમારે eKYC પણ કરાવવું પડશે. જો તમે હજુ સુધી સરકારી સબસિડી માટે તમારા મોબાઈલમાં ખાસ એપ નથી નાખી કે ઈ-કેવાયસી નથી કરાવ્યું તો તમને રાશન મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે.

રાશન સબસિડી માટે કઈ એપ ડાઉનલોડ કરવી પડશે?

વાસ્તવમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી વોલેટ દ્વારા લાભાંર્થીઓના વોલેટમાં રાશનના પૈસા ટ્રાન્સફર થશે. આ વોલેટ RBI તરફથી જારી કરાયેલી સત્તાવાર ડિજિટલ મુદ્રા, એટલે કે ડિજિટલ રૂપિયાને સુરક્ષિત રાખવા અને તેનાથી લેવડ-દેવડ કરવા માટેનું ડિજિટલ વોલેટ છે.

આ પણ વાંચો...8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

આ ડિજિટલ વોલેટ તમે મોબાઈલમાં કેવી રીતે ચલાવશો?

CBDC વોલેટ તમારા સ્માર્ટફોન પર બેંકની સત્તાવાર e₹ (Digital Rupee) એપના માધ્યમથી ચાલે છે. સરળ ભાષામાં કહીએ તો જે બેંકમાં તમારું ખાતું છે, તે બેંકની e₹ એટલે કે Digital Rupee એપ તમારે ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ આ જ એપમાં સરકાર તમારા રાશનના પૈસા ટ્રાન્સફર કરી દેશે. જે પછી તમે રાશનની દુકાન પર જઈને એપ દ્વારા QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો અને ફ્રી રાશનનો લાભ લઈ શકો છો.

હવે eKYC કરાવવું છે ખૂબ આસાન

હવે ઘણા બધા કામ તમે ઘરબેઠા કરી શકો છો અને આમાંથી જ એક કામ છે રાશન કાર્ડનું eKYC કરવું. હાલમાં ઓનલાઈન eKYC ની સુવિધા ભારતના તમામ રાજ્યોમાં ઉપલબ્ધ નથી. જો તમારા રાજ્યમાં આ સુવિધા ઉપલબ્ધ છે તો તમે આ રીતે ઘરબેઠા eKYC કરી શકો છો.

કેવી રીતે કરશો eKYC?

eKYC કરવા માટે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે:

  • સૌથી પહેલા તમારા મોબાઈલમાં Mera eKYC અને Aadhaar Face RD એપ ઈન્સ્ટોલ કરો.

  • ત્યારબાદ Mera eKYC એપ ખોલો અને તમારું રાજ્ય પસંદ કરો.

  • પછી માંગવામાં આવેલી જરૂરી માહિતી દાખલ કરો.

  • ત્યારબાદ આધાર નંબર દાખલ કરો.

  • આધાર જે નંબર સાથે લિંક હશે, તેના પર એક OTP આવશે, જે દાખલ કરો.

  • વેરિફિકેશન થયા પછી Face e-KYC ના ઓપ્શન પર ક્લિક કરો.

  • પછી તમારા કેમેરા સામે ચહેરો રાખો.

  • ત્યારબાદ ચહેરો સફળતાપૂર્વક મેચ થઈ ગયા પછી e-KYC પૂર્ણ થઈ જશે.

ધ્યાન આપો: જો તમારા રાજ્યમાં ઓનલાઈન વિકલ્પ કામ નથી કરી રહ્યો તો તમે તમારી નજીકની રાશનની દુકાને જઈને ફ્રીમાં બાયોમેટ્રિક eKYC કરાવી શકો છો.

ઓનલાઈન eKYC માં મુશ્કેલી આવે તો શું કરવું?

જો તમને મોબાઈલમાં eKYC કરવામાં મુશ્કેલી આવે છે અથવા તો તમારો ફેસ સ્કેન નથી થઈ રહ્યો તો તમે તમારા નજીકના રાશન ડીલરની દુકાને જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

Frequently Asked Questions

મફત રાશન સબસિડી મેળવવાની નવી પદ્ધતિ શું છે?

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, લાભાર્થીઓના મોબાઈલ વોલેટમાં CBDC (સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી) દ્વારા રાશનના પૈસા ટ્રાન્સફર થશે. આ વોલેટ RBI દ્વારા જારી કરાયેલી ડિજિટલ મુદ્રા માટે છે.

રાશન સબસિડી માટે કઈ એપ ડાઉનલોડ કરવી પડશે?

તમે જે બેંકમાં ખાતું ધરાવો છો, તેની સત્તાવાર e₹ (Digital Rupee) એપ ડાઉનલોડ કરવી પડશે. સરકાર આ એપમાં રાશનના પૈસા ટ્રાન્સફર કરશે, જે તમે QR કોડ સ્કેન કરીને વાપરી શકશો.

રાશન સબસિડી માટે eKYC કરાવવું ફરજિયાત છે?

હા, રાશન સબસિડીનો લાભ લેવા માટે eKYC કરાવવું ફરજિયાત છે. જો તમે eKYC નહીં કરાવો, તો તમને રાશન મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

ઓનલાઈન eKYC કરવામાં મુશ્કેલી આવે તો શું કરવું?

જો તમને મોબાઈલમાં eKYC કરવામાં કે ફેસ સ્કેન કરવામાં મુશ્કેલી આવે, તો તમે નજીકના રાશન ડીલરની દુકાને જઈ શકો છો. ત્યાં તમે બાયોમેટ્રિક eKYC કરાવીને પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
Embed widget