Ginger Price Hike: કમોસમી વરસાદથી આદુના ભાવ પહોંચ્યા આસમાને, ગૃહિણીઓ પરેશાન
અમદાવાદ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં આદુ ખાસ કરીને કેરળ અને કર્ણાટકમાંથી આદુનો માલ સૌથી વધુ આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી આદુની આવકમાં ઘટાડો થયો છે
Ginger Price: કમોસમી વરસાદના કારણે આદુના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. પરિણામે એપીએમસીમાં આદુની આવકમાં મોટો ઘટાડો થયો છે. આ કારણે આદુનો ભાવ આસમાને પહોંચ્યો છે. હાલ છુટક બજારમાં આદુ રૂ. 200થી રૂ. 300 ના ભાવે વેચાઈ રહ્યું છે.
કમોસમી વરસાદથી પાકને નુકસાન
અમદાવાદ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં આદુ ખાસ કરીને કેરળ અને કર્ણાટકમાંથી આદુનો માલ સૌથી વધુ આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી આદુની આવકમાં ઘટાડો થયો છે. વેપારીઓની મતે કમોસમી વરસાદના કારણે આદુના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેતરમાં પાણી ભરાતા આદુના ઉત્પાદન પર અસર થઈ છે, આદુની ખેતી કરતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આદુ લઈને આતી ટક્રોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સામાન્ય રીતે શિયાળામાં જ આદુના ભાવ હોય છે પણ વરસાદના કારણે પાકને નુકસાન થતાં ઉનાળામાં ય આદુના ભાવ વધ્યા છે.
ગ્રાહકોએ ક્યાં સુધી ભાવ વધારો સહન કરવો પડશે
છુટક માર્કેટમાં આદુ 200થી 300 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. વેપારીઓનું કહેવું છે કે જ્યાં સુધી આવકમાં વધારો નહીં થાય ત્યાં સુધી ગ્રાહકોએ ભાવવધારો સહન કરવો પડશે. છુટક વેપારી પર કોઇનો કંટ્રોલ હોતો નથી પરિણામે ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે.
ટી સ્ટોલ ધારકોએ આદુનો વપરાશ ઘટાડ્યો
આદુની કિંમતમાં ધરખમ વધારાને લીધે અદરકની ચા વેંચતા ટી-સ્ટોલવાળાએ અને ઘરમાં ચામાં આદુ નાખવાની ટેવ હોય એમણે આદુના વપરાશનું પ્રમાણ ઘટાડવું પડયું છે. ચાના સ્ટોલવાળા કહે છે કે અમે ચાની કિંમત વધારી નથી શકતા. એટલે આદુના વપરાશમાં થોડો કાપ મૂકીને ચલાવીએ છીએ.વેપારીઓના જણાવાયા મુજબ કમોસમી વરસાદ અને કેટલાક ભાગોમાં કરા પડવાથી આદુના પાકને બહુ નુકસાન થયું છે. આદુની આવક સાવ ઘટી ગઇ છે. બીજી તરફ આદુની માંગમાં સતત વધારો થતો હોવાથી કિંમત વધવા લાગી છે, ભીંજાયેલા અને હલકી ક્લોલિટીના આદુનું પણ ઉંચા ભાવે વેચાણ થાય છે.
આદુના લાભ
આદુના સ્વાસ્થ્યને લગતા લાભો આપણે બધા જાણીએ છીએ. આપણે આદુની ચા પીએ છીએ, આદુનો ઉકાળો બનાવીને આપણે પિતા હોઈએ છીએ. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે, સાથે જ વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે, જ્યારે આ આદુ સૂકાઈ જાય છે ત્યારે સૂકું આદુ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે ચહેરા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સૂકા આદુમાં રહેલા ઔષધીય ગુણો ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે