શોધખોળ કરો
Advertisement
Good News: સોના-ચાંદીની કિંમતમાં નોંધાયો ઘટાડો, જાણો કેટલી છે કિંમત
માંગમાં ઘટાડો અને વૈશ્વિક સ્તર ઉપર નબળા વલણના કારણે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે.
નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે સોનામાં મરન વલણને કારણે ઘરઆંગણે પણ સોના ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં સોમવારે સોનામાં 85 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલો 290 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
દિલ્હી માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 38,860 રૂપિયાથી ઘટીને 38,775 રૂપિયા થયો છે. શનિવારે સોનું 38,869 રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપાટીએ બંધ રહ્યું હતું. ચાંદી 290 રૂપિયાના ઘટાડા સાથે 45,250 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ બંધ રહી હતી. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 1470 ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી 16.88 ડૉલર પ્રતિ ઔંસ ઉપર રહી હતી.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, માંગમાં ઘટાડો અને વૈશ્વિક સ્તર ઉપર નબળા વલણના કારણે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. રૂપિયામાં પણ ઘટાડાના કારણે પણ સનાના ભાવમાં સાધારણ ઘટાડો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement