Gold Silver Price: સોના અને ચાંદીમાં આગળ વધતો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
દિલ્હી માર્કેટમાં વિતેલા ગુરુવારે સોનું ઘટીને 44701 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું.
અમેરિકાની અર્થવ્યવસ્થામાં 2 ટ્રિલિયન ડોલરના સ્ટિમ્યુલસ પેકેજ અને ડોલરની મજબૂતી બાદ સોના અને ચાંદીમાં ઘટાડો નોંધાયો છે. મોંઘવારીની સામે હેજિંગ માટે સોનામાં રોકાણ વધી શકે છે. પરંતુ હાલમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પર દબાણમાં ઘરેલુ બજારમાં પણ કિંમતમાં તેની અસર જોવા મળી રહી છે. એમસીએક્સ પર સોનાની કિંમત 0.11 ટકા ઘટીને 45370 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું ચાંદીની કિંમત 0.02 ટકા ઘટીને 65075 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ.
દિલ્હી માર્કેટમાં સોનું સસ્તુ થયું
દિલ્હી માર્કેટમાં વિતેલા ગુરુવારે સોનું ઘટીને 44701 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું. જ્યારે ચાંદીની કિંમત 1071 રૂપિયા ઉછળીને 63256 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ. અમદાવાદના માર્કેટમાં સોનું હાજર 44741 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 44767 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું. જોકે ઘરેલુ માર્કેટમાં ગોલ્ડ ફ્યૂચર 44500 પર સપોર્ટ છે અને 45100 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પ્રતિકારક સપાટી જોવા મળી રહી છે. વર્લ્ડ માર્કેટમાં હાજરમાં સોનું 1728.60 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું છે જ્યારે ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા વધીને 1729.50 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદી 0.2 ટકા વધીને 25.01 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે.
કિંમતાં વલણ સ્પષ્ટ નહીં
અમેરિકામાં સ્ટિમ્યુલસ અનો ડોલર મજબૂત થવાને કારણે ગોલ્ડ અને સિલ્વરની કિંમતમાં આગળની સ્થિતિ હાલમાં અસ્પષ્ટ છે. જો અર્થવ્યવસ્થામાં ગતિ આવે તો રોકાણકારો મોંઘવારીને હેજિંગ કરવા માટે સોનામાં રોકાણ વધારી શકે છે. તેનાથી ગોલ્ડની કિંમત આગળ પણ વધી શકે છે. જ્યારે જો ડોલરમાં મજબૂતી આવે તો સોનાની માગમાં ઘટાડો આવી શકે છે અને તેનાથી કિંમતમાં પણ ઘટાડો આવી શકે છે. જોકે વર્લ્ડ માર્કેટમાં હાલમાં સોનું અને ચાંદી કઈ દિશામાં આગળ વધશે તેના પર કંઈ કહી શકાય નહીં.