શોધખોળ કરો
Advertisement
ગુગલ ટ્રાન્સલેટે બતાવ્યું કે, અંબાણી પાસે આટલાં બધાં રૂપિયા કેમ છે? જાણો વિગત
ગૂગલ ટ્રાન્સલેટ જોયા બાદ એવું લાગે છે કે તેમની સફળતા પાછળ તેમના અટકની પણ અસર છે. અંબાણીનો રોમાનિયનમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરો તો તેનો અર્થ થાય છે - મારી પાસે પૈસો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની અટકમાં એવું કંઈક છે જેની આગળ સોનાના સિક્કાની ચમક ઝાંખી પડે. મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમણે આ પૈસો પોતાની મહેનત અને લગનથી જ કમાયો છે. પરંતુ ગૂગલ ટ્રાન્સલેટ જોયા બાદ એવું લાગે છે કે તેમની સફળતા પાછળ તેમના અટકની પણ અસર છે. અંબાણીનો રોમાનિયનમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરો તો તેનો અર્થ થાય છે - મારી પાસે પૈસો છે.
તેનો સૌથી પહેલો સ્ક્રીન શોટ રેડિટ પર આવ્યો હતો. ત્યાર બાદ તે વાયરલ થયો હતો. ફોર્બ્સ મેગેઝિનના જણાવ્યા પ્રમાણે, મુકેશ અંબાણીની મે મહિનાની સંપત્તિ 51.1 બિલિયન ડોલર હતી. એટલે કે 36,12,10,05,00,000 રૂપિયા. તે આખી દુનિયાના અબજોપતિના લિસ્ટમાં 13માં નંબર પર છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના પિતા ધીરૂભાઈ અંબાણીએ કરી હતી. ધીરૂભાઈનું વર્ષ 2002માં નિધન થયું હતું. ત્યાર બાદ બંને ભાઈઓ વચ્ચે સંપત્તિ વહેંચાઈ ગઈ હતી. તેલ અને ગેસ બિઝનેસમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 2016માં રિલાયન્સ જિયો લોન્ચ કર્યું હતું અને ટેલિકોમ માર્કેટમાં પોતાની ઓફર્સ મારફતે આખો ખેલ જ બદલી નાંખ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement