pan aadhar linking: પાન કાર્ડનું આધારકાર્ડ સાથે લિંક કરવાની તારીખ લંબાવાય, જાણો શું છે નવી ગાઇડ લાઇન અને લિંક ન કરવાથી શું થશે નુકસાન
કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતાં એક વખત ફરી આધારકાર્ડ અને પાનકાર્ડને લિંક કરવાની તારીખ વધારી દીધી છે. આ પહેલા લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી.
![pan aadhar linking: પાન કાર્ડનું આધારકાર્ડ સાથે લિંક કરવાની તારીખ લંબાવાય, જાણો શું છે નવી ગાઇડ લાઇન અને લિંક ન કરવાથી શું થશે નુકસાન government extends the deadline for linking pan card with aadhaar from 30 september 2021 to 31 march 2022 pan aadhar linking: પાન કાર્ડનું આધારકાર્ડ સાથે લિંક કરવાની તારીખ લંબાવાય, જાણો શું છે નવી ગાઇડ લાઇન અને લિંક ન કરવાથી શું થશે નુકસાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/20/776483fe74f1f7555882b1e2c1e1c4da_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
pan aadhar linking: કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતાં એક વખત ફરી આધારકાર્ડ અને પાનકાર્ડને લિંક કરવાની તારીખ વધારી દીધી છે. આ પહેલા લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે બે સૌથી મહત્વના દસ્તાવેજ આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખને એકવાર ફરી લંબાવી છે. તેની ડેડલાઇન 6 મહિના સુધીની રાખવામાં આવી છે. હવે આપ 31 માર્ચ 2022 સુધીમાં આ બંને મહત્વના ડોક્યુમેન્ટસને લિંક કરી શકો છો. તેના પહેલા તેની ડેડલાઇન 30 સપ્ટેમ્બર 2021એ ખતમ થઇ રહી છે.
31 માર્ચ 2022 છે ડેડલાઇન
આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની ડેડલાઇન વધારવાની સાથે આવકવેરા કાયદા હેઠળ દંડની પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે બેનામી મિલકતોના વ્યવહારો અંગે સક્ષમ અધિકારી દ્વારા નોટિસ જારી કરવા અને ઓર્ડર પસાર કરવાની છેલ્લી તારીખ પણ લંબાવી છે. જો કે, કોઈપણ અસુવિધા ટાળવા માટે, આ બંને દસ્તાવેજો શક્ય તેટલી વહેલી તકે લિંક કરી દેવા હિતાવહ છે.
આટલો આપવો પડી શકે છે દંડ
પાનકાર્ડની જરૂરત બેન્કનું ખાતું ખોલાવવા, બેન્કિંગ ટ્રાન્જેકશન, મ્યુચુઅલ ફંડ ટ્રાજેકશન, સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટમાં પડે છે. જો આપે 31 માર્ચ 2022 સુધી પણ તેને આધાર કાર્ડ સાથે લિંક ન કર્યું તો 50.,000 કે તેનાથી વધુ બેન્કિંગ ટ્રાન્જિંકશન પર રોકાણકારોએ 10,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. આટલું જ નહીં જો આધારકાર્ડ અને પાનકાર્ડ બંને લિંક નહીં હોય તો બેન્ક દ્રારા ડબલ ડીટીએસ કપાઇ શકે છે.
આ મુશ્કેલીનો કરવો પડી શકે છે સામનો
જો આજદિન સુધી આપે આ બે મહત્વના ડોક્યુમેન્ટસ પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક નથી કરાવ્યાં તો આપને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઇન્કમ ટેક્સ એક્ટ 139AA હેઠળ આપનું પાનકાર્ડ આધાર સાથે લિંક ન થતાં પાન કાર્ડને ઇનવેલિડ પણ માનવામાં આવશે ઉપરાંત આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ન હોવાથી આપ આઇટી રિર્ટન પણ ફાઇલ નહીં કરી શકો. આપનું ટેક્સ રિફંડ પણ ફસાઇ શકે છે.જો આપ આ પરેશાનીથી બચવા માંગતાં હો તો તરત જ આધારકાર્ડ સાથે પાનકાર્ડને લિંક કરી દો. જે આપના માટે હિતાવહ અને સુવિધાપુર્ણ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)