શોધખોળ કરો

ઈન્શ્યોરન્સ પર GSTને લઈને સરકારનો મોટો નિર્ણય, હેલ્થ-ટર્મ પોલિસી પર હવે શૂન્ય ટેક્સ

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં નેક્સ્ટ જનરેશન GSTની જાહેરાત કરવામાં આવી છે

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં નેક્સ્ટ જનરેશન GSTની જાહેરાત કરવામાં આવી છે. નવા GST સુધારા હેઠળ હવે ફક્ત 2 સ્લેબ રહેશે, જ્યારે પહેલા 4 સ્લેબ હતા. હવેથી ફક્ત 5 ટકા અને 18 ટકા સ્લેબ રાખવામાં આવશે. આ ફેરફાર 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે.

GST હેઠળ આ મોટા ફેરફાર સાથે 22 સપ્ટેમ્બરથી ઘણી વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે અને કેટલીક વસ્તુઓ પણ મોંઘી થવા જઈ રહી છે. તમાકુ અને તેના ઉત્પાદનો પર 40 ટકા GST લાગુ થશે. ઉપરાંત, સુપર લક્ઝરી ઉત્પાદનો અને લક્ઝરી કાર પર 40 ટકા GST લાદવામાં આવશે. તેના પર કોઈ અલગ સેસ લાગુ થશે નહીં.

12 ટકા ટેક્સ સ્લેબ હેઠળ આવતા મોટાભાગના ઉત્પાદનોને 5 ટકા શ્રેણીમાં સમાવવામાં આવશે. ઉપરાંત, 18 ટકા હેઠળ આવતા દૈનિક ઉપયોગની કેટલીક વસ્તુઓના દર ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.

વીમા પ્રીમિયમ પર શૂન્ય  GST

સરકારે વીમા પ્રીમિયમની ચુકવણી અંગે મોટો નિર્ણય લીધો છે. જીવન અને આરોગ્ય વીમા પ્રીમિયમ પર 18 ટકા GST સીધો '૦' ટકા શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. એટલે કે હવે તેના પર કોઈ GST ચૂકવવો પડશે નહીં. 2017મા GST લાગુ થયા પછી આ પહેલી વાર છે જ્યારે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આ નવા માળખા હેઠળ, સામાન્ય લોકોના ઉપયોગમાં આવતી ઘણી વસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ₹2,500 સુધીના કપડાં અને જૂતા પરનો GST દર ઘટાડીને 5 ટકા કરી શકાય છે, જે ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે. મની કંટ્રોલના અહેવાલ મુજબ, GST કાઉન્સિલે આરોગ્ય વીમા પ્રીમિયમ પરનો દર ઘટાડવાની પણ સંમતિ આપી છે, જેથી આરોગ્ય વીમો લેવાનું સસ્તું બનશે. આ સાથે જ જીવનરક્ષક દવાઓ પરના GST દરમાં પણ ઘટાડો થવાની આશા છે. મની કંટ્રોલના રિપોર્ટ મુજબ, ₹20 લાખથી વધુ કિંમતના લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો પરનો GST દર 5 ટકાથી વધીને 18 ટકા થઈ શકે છે. જો આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળે તો તે ટાટા મોટર્સ, મહિન્દ્રા, ટેસ્લા અને મર્સિડીઝ-બેન્ઝ જેવી કંપનીઓ માટે પડકાર ઊભો કરી શકે છે.                                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget