HDFC Bank UPI: એચડીએફસી બેંકના ગ્રાહકો નહીં કરી શકે GPay-Paytmનો એપનો ઉપયોગ, જાણો કંપનીએ મેલ કરી શું આપી માહિતી
HDFC Bank UPI: એચડીએફસી બેંકે ગ્રાહકોને મેલ મોકલીને UPI ડાઉનટાઇમ વિશે જાણ કરી છે અને જાણ કરી છે કે તેની UPI સેવાઓ થોડા સમય માટે કામ કરશે નહીં.
HDFC Bank UPI: દેશની સૌથી મોટી બેંક HDFC બેંકના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. ખાનગી ક્ષેત્રની આ બેંકના ગ્રાહકોને થોડા કલાકો માટે UPI પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. HDFC બેંકના ગ્રાહકો તે સમયગાળા દરમિયાન ઘણી થર્ડ પાર્ટી UPI એપ્સ દ્વારા પેમેન્ટ કરી શકશે નહીં.
UPI સેવાઓ 3 કલાક માટે અનુપલબ્ધ રહેશે
HDFC બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની UPI સેવાઓ માટે મેન્ટેનન્સ શેડ્યૂલ છે. મેન્ટેનન્સનું કામ 3 કલાક ચાલશે. HDFC બેંકની UPI સેવાઓ મેન્ટેનન્સ શેડ્યૂલના 3 કલાક દરમિયાન અનુપલબ્ધ રહેશે. આ કારણે, એચડીએફસી બેંકના ગ્રાહકો GPay (Google Pay), WhatsApp Pay, Paytm જેવી થર્ડ પાર્ટી એપ્સ સહિત તેની સત્તાવાર બેંકિંગ એપ્લિકેશન દ્વારા UPI દ્વારા વ્યવહાર કરી શકશે નહીં.
આ સમયગાળા દરમિયાન બેંક સેવાઓનું મેન્ટેનન્સ ચાલુ રહેશે
ભારતની સૌથી મોટી બેંકે 10 ઓગસ્ટના રોજ સવારે 2:30 થી સવારે 5:30 સુધી UPI સેવાઓ માટે શેડ્યૂલમેન્ટેનન્સનો સમય નક્કી કર્યો છે. એટલે કે HDFC બેંકની UPI સેવાઓ આજે રાત્રે 2:30 થી સવારે 5:30 સુધીના ત્રણ કલાક દરમિયાન કામ કરશે નહીં. બેંકે મેન્ટેનન્સ માટે રાત્રિનો સમય પસંદ કર્યો છે, જેથી તેના વપરાશકર્તાઓને ઓછામાં ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે. સામાન્ય રીતે બેંકો રાત્રે જ મેન્ટેનન્સનું કામ કરે છે.
મેન્ટેનન્સ પછી સેવાઓમાં સુધારો થશે
આ મેન્ટેનન્સ પછી, એચડીએફસી બેંકના ગ્રાહકો માટે UPI સેવાઓમાં સુધારો થવા જઈ રહ્યો છે. HDFC બેંકનું કહેવું છે કે UPI ડાઉનટાઇમ તેને તેની સેવાઓ સુધારવામાં મદદ કરશે. ખાનગી બેંકે તેના તમામ ગ્રાહકોને મેલ મોકલીને UPI ડાઉનટાઇમ વિશે જાણ કરી છે. જોકે, આ કામગીરી વહેલી સવારે થતી હોવાથી ગ્રાહકોને વધુ સમસ્યાનો સામનો કરવી નહી પડે. કારણ કે, આ સમયગાળા દરમિયાન ઓછા ટ્રાન્ઝેક્શન થતા હોય છે.
મેન્ટેનન્સ દરમિયાન આ કામ કરી શકાશે નહીં
બેંક દ્વારા મેઇલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, HDFC બેંકના વર્તમાન અને બચત ખાતા ધારકો માટે નિર્ધારિત મેન્ટેનન્સના 3 કલાક દરમિયાન નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો અનુપલબ્ધ રહેશે. આ ઉપરાંત, HDFC બેંકની મોબાઇલ બેંકિંગ એપ અને HDFC બેંક ખાતા સાથે જોડાયેલા GPay, WhatsApp Pay, Paytm, શ્રીરામ ફાઇનાન્સ અને MobiKwik એકાઉન્ટ્સ દ્વારા નાણાકીય અથવા બિન-નાણાકીય વ્યવહારો શક્ય બનશે નહીં.