શું તમને મળી છે ઇન્કમ ટેક્સની નોટિસ? આ રીતે ચેક કરો અસલી છે કે નકલી
Income Tax Notice: જો તમે પણ કરદાતા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આ દિવસોમાં આવકવેરા વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં છે.
Income Tax Notice: જો તમે પણ કરદાતા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આ દિવસોમાં આવકવેરા વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં છે. IT વિભાગના રડાર પર એ હજારો લોકો છે જેઓ ટેક્સ ફાઇલિંગમાં છેતરપિંડી કરી રહ્યા છે. તાજેતરમાં આવકવેરા વિભાગે આવા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. આવકવેરાની નોટિસ આવતા જ મોટા મોટા લોકોની હાલત કફોડી બની જાય છે. તેમનો ઉદ્દેશ્ય આ દ્વારા વ્યક્તિગત માહિતી મેળવીને છેતરપિંડી અટકાવવાનો છે.
સાથે જ છેતરપિંડી કરનારાઓ પણ આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. ઘણા લોકોને આવકવેરા વિભાગના નામે નકલી નોટિસ પણ મળી છે. આવી સ્થિતિમાં જો તમને પણ આવકવેરાની નોટિસ મળી છે, તો તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે અસલી છે કે નકલી. નોટિસની વાસ્તવિકતા તમે ઘરે બેઠા જ જાણી શકો છો.
તમે આ રીતે નોટિસ ચેક કરી શકો છો
આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ઓનલાઈન ટૂલ્સની મદદથી તમે આવકવેરા વિભાગ તરફથી મળેલી નોટિસ, ઓર્ડર અને અન્ય કમ્યુનિકેશનન્સને વેરિફાઇ કરી શકો છો. આ ટૂલની મદદથી તમે વેરિફાઇ કરી શકો છો કે તમને જે ટેક્સ નોટિસ કે ઓર્ડર મળ્યો છે તે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જ જાહેર કરવામાં આવ્યો છે કે નહીં. ખાસ વાત એ છે કે આ ટૂલનો ઉપયોગ કરવા માટે તમારે ટેક્સ વિભાગની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવાની પણ જરૂર નથી. આ એક પ્રી-લોગિન સેવા છે, જેનો ઉપયોગ કોઈપણ કરી શકે છે.
આ રીતે કરો વેરિફાઇ
-સૌથી પહેલા ઈન્કમ ટેક્સ વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal/ પર જાવ.
-અહીં Quick Links પર ક્લિક કરી Authenticate Notice/Order Issued by ITD પર ક્લિક કરો.
-PAN અથવા DIN નો ઉપયોગ કરીને વેરિફિકેશનની પ્રક્રિયા પસંદ કરો.
-જો તમે PAN સાથે તપાસવા માંગતા હોવ તો તમારે દસ્તાવેજનો પ્રકાર (નોટિસ, ઓર્ડર), આકારણી વર્ષ, ઈશ્યુ તારીખ અને મોબાઈલ વગેરે ભરવા પડશે.
-DIN વિકલ્પ પસંદ કરવા પર તમારે નોટિસ પર ઉપલબ્ધ DIN અને OTP વેરિફિકેશન માટે મોબાઇલ નંબર દાખલ કરવો પડશે.
-તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે.
-નિયત જગ્યામાં OTP દાખલ કરો અને Continue પર ક્લિક કરો.
-આ પછી ટૂલ આપમેળે પુષ્ટી કરશે કે તમને મળેલી નોટિસ વાસ્તવિક છે કે નકલી.