શોધખોળ કરો

ટ્રેનમાં લોઅર બર્થ જોઈએ છે? IRCTCની આ જબરદસ્ત ટ્રીકથી ટિકિટ બુક કરાવો, કામ લાગશે

how to get lower berth in train: ખાસ કરીને સિનિયર સિટીઝન માટે ટિકિટ બુક કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કયો વિકલ્પ પસંદ કરવો, જાણો રેલવેના નિયમો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વૃદ્ધો કે મહિલાઓ માટે ટ્રેનમાં લોઅર બર્થ મેળવવાની શક્યતા વધારો.
  • IRCTC જણાવે છે, સિનિયર સિટીઝન ક્વોટા હેઠળ બુકિંગ શ્રેષ્ઠ.
  • બુકિંગ સમયે 'લોઅર બર્થ ફાળવાય તો જ બુક કરો' વિકલ્પ પસંદ કરો.
  • TTE પણ મુસાફરી દરમિયાન જરૂર પડ્યે મદદ કરી શકે છે.

how to get lower berth in train: ટ્રેનની મુસાફરીમાં મોટાભાગના લોકોને લોઅર બર્થ (નીચેની સીટ) જ જોઈતી હોય છે. ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ વૃદ્ધ કે મહિલા મુસાફરી કરવાના હોય અથવા જેમને ઉપર ચઢવામાં તકલીફ પડતી હોય, ત્યારે લોઅર બર્થ ખૂબ જ જરૂરી બની જાય છે. પણ ઘણીવાર એવું બને છે કે સમયસર ટિકિટ બુક કરાવવા છતાં નીચેની સીટ મળતી નથી અને લોકો નિરાશ થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ખુદ IRCTCએ એક એવી રીત જણાવી છે જેનાથી તમને લોઅર બર્થ મળવાના ચાન્સ ઘણા વધી જશે. આગામી સમયમાં જ્યારે પણ ટ્રેનનું બુકિંગ કરો ત્યારે આ માહિતી તમને ખૂબ કામ લાગશે.

લોઅર બર્થ માટે રેલવેના નિયમો શું કહે છે?

રેલવેના નિયમ પ્રમાણે, લોઅર બર્થ માટે સૌથી પહેલી પ્રાથમિકતા સિનિયર સિટીઝન (વરિષ્ઠ નાગરિકો) ને આપવામાં આવે છે. આ જ કારણ છે કે સામાન્ય મુસાફરોને સહેલાઈથી નીચેની સીટ મળતી નથી. હમણાં જ સોશિયલ મીડિયા પર એક યુઝરે IRCTCને પૂછ્યું કે લોઅર બર્થ કઈ રીતે મેળવવી? તેના જવાબમાં IRCTCએ સ્પષ્ટતા કરી કે સિનિયર સિટીઝન ક્વોટા હેઠળ ટિકિટ બુક કરાવવાથી લોઅર બર્થ મળવાની શક્યતા સૌથી વધારે હોય છે.

ટિકિટ બુક કરતી વખતે આ ઓપ્શન ખાસ પસંદ કરો

જો તમે કોઈ સિનિયર સિટીઝન માટે ટિકિટ બુક કરી રહ્યા છો, તો ઓનલાઈન રિઝર્વેશન વખતે "Book only if lower berth is allotted" (જો લોઅર બર્થ ફાળવવામાં આવે તો જ બુક કરો) એવો વિકલ્પ જરૂર પસંદ કરો. આ વિકલ્પ પસંદ કરવાથી સિસ્ટમ ત્યારે જ તમારી ટિકિટ કન્ફર્મ કરશે જ્યારે નીચેની સીટ ખાલી હશે. સામાન્ય ક્વોટામાં મુસાફરી કરતા લોકો પણ લોઅર બર્થની પસંદગી કરી શકે છે, પણ તેમાં સીટ મળવી એ સંપૂર્ણપણે ખાલી સીટો (Availability) પર આધાર રાખે છે. રેલવેએ એ પણ જણાવ્યું છે કે સીટની ફાળવણી કમ્પ્યુટર સિસ્ટમ જાતે જ કરે છે, તેમાં કોઈ વ્યક્તિની સીધી દખલગીરી હોતી નથી.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ: હવે પાણીથી ચાલશે વાહનો! વિદેશી કંપનીએ શોધી નવી ફોર્મ્યુલા

બુકિંગ પ્રક્રિયા અને ધ્યાનમાં રાખવાની બાબતો:

સૌથી પહેલા IRCTCની સત્તાવાર વેબસાઈટ અથવા મોબાઈલ એપમાં લોગ-ઈન કરો.

તમારે ક્યાંથી ક્યાં જવું છે તે સ્ટેશનના નામ (From - To) અને મુસાફરીની તારીખ પસંદ કરો.

તમારી અનુકૂળતા મુજબની ટ્રેન અને ક્લાસ (જેમ કે Sleeper, 3AC) સિલેક્ટ કરો.

સીટ અવેલેબિલિટી ચેક કર્યા પછી 'Book Now' પર ક્લિક કરો અને મુસાફરોની તમામ ડિટેલ્સ ભરો.

અહીં તમારી પસંદગી (Preference) માં 'Lower Berth' સિલેક્ટ કરવાનું ભૂલશો નહીં અને ત્યારબાદ પેમેન્ટ પૂરું કરો.

ટિકિટ કન્ફર્મ થતાં જ તમને SMS અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે.

ખાસ નોંધ: જો બુકિંગ વખતે તમને લોઅર બર્થ ન મળી શકે, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે મુસાફરી દરમિયાન ટ્રેનમાં TTE (ટિકિટ ચેકર) નો સંપર્ક કરી શકો છો. જો ટ્રેનમાં કોઈ નીચેની સીટ ખાલી હશે અથવા કોઈ એડજસ્ટમેન્ટ થઈ શકે તેમ હશે, તો તેઓ જરૂરથી તમને મદદ કરશે.

આ પણ વાંચોઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળશે? ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયે વધારી ભારતની ચિંતા

Frequently Asked Questions

ટ્રેનમાં લોઅર બર્થ કેવી રીતે મેળવી શકાય?

લોઅર બર્થ મેળવવાની સૌથી વધુ શક્યતા સિનિયર સિટીઝન ક્વોટા હેઠળ ટિકિટ બુક કરાવવાથી રહે છે. જો તમે કોઈ સિનિયર સિટીઝન માટે બુકિંગ કરી રહ્યા હોવ તો

શું સામાન્ય મુસાફરો પણ લોઅર બર્થ મેળવી શકે છે?

હા, સામાન્ય મુસાફરો પણ લોઅર બર્થની પસંદગી કરી શકે છે. જોકે, તેમાં સીટ મળવી એ ખાલી સીટોની ઉપલબ્ધતા પર આધાર રાખે છે.

લોઅર બર્થ ન મળે તો શું કરવું?

જો બુકિંગ વખતે લોઅર બર્થ ન મળે, તો મુસાફરી દરમિયાન TTE નો સંપર્ક કરો. જો કોઈ સીટ ખાલી હશે તો તેઓ મદદ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget