Aadhaar Card સાથે મોબાઈલ લિંક થયા બાદ પણ નથી આવતો OTP, આ હોઈ શકે છે કારણ !
ઘણી વખત નબળા મોબાઈલ નેટવર્કના કારણે લોકો આધાર સંબંધિત એલર્ટ મેળવી શકતા નથી. આ સમસ્યા ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને પરેશાન કરે છે.
Aadhaar Card Update: આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડ યોજના વર્ષ 2009માં શરૂ કરવામાં આવી હતી. આ કાર્ડ સરકાર દ્વારા અધિકૃત UIDAI દ્વારા જારી કરવામાં આવે છે. UIDAI લોકોને સલાહ આપે છે કે તેઓ તેમના આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર, નામ, સરનામું વગેરે હંમેશા અપડેટ રાખે. આની મદદથી તમને મોબાઈલ નંબર પર આધાર સંબંધિત તમામ માહિતી મળતી રહે છે. જો તમારું આધાર ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સાથે લિંક નથી, તો આવી સ્થિતિમાં તમે મોબાઈલ પર આધાર સંબંધિત માહિતી મેળવી શકતા નથી અને તેના કારણે તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાથી તમને ઘણા ફાયદા મળે છે જેમ કે તમે આધારમાં નામ, સરનામું, ફોટો, લિંગ વગેરે જેવી માહિતી સરળતાથી અપડેટ કરી શકો છો. આ સાથે આધાર ખોવાઈ જવાની સ્થિતિમાં તમે બીજું પીવીસી આધાર કાર્ડ મંગાવી શકો છો. પરંતુ, ઘણા લોકોની ફરિયાદ છે કે આધાર કાર્ડમાં સાચો મોબાઈલ નંબર હોવા છતાં પણ તેમને આધાર સંબંધિત નોટિસ મળતી નથી. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને આવી મુશ્કેલી પાછળનું કારણ જણાવીએ છીએ.
OTP ન મળવા પાછળનું કારણ
મોબાઈલ નંબર લિન્ક થયા પછી પણ ઘણા લોકો OTP ન મળવાની ફરિયાદ કરે છે. તેનું સૌથી મોટું કારણ મોબાઈલ નેટવર્ક નબળું છે. ઘણી વખત નબળા મોબાઈલ નેટવર્કના કારણે લોકો આધાર સંબંધિત એલર્ટ મેળવી શકતા નથી. આ સમસ્યા ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને પરેશાન કરે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે તમારા મોબાઈલમાં mAadhaar એપ ડાઉનલોડ કરી શકો છો. આ એપ દ્વારા તમે તમારા મોબાઈલ પર તમામ એલર્ટ સરળતાથી મેળવી શકો છો. આનાથી તમે તમારી જાતને છેતરપિંડીથી પણ સુરક્ષિત રાખી શકો છો.
મોબાઈલ નંબરને આ રીતે આધાર સાથે લિંક કરો
જો તમે તમારા આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરાવ્યું નથી તો અમે તમને આની સરળ રીત જણાવી રહ્યા છીએ. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે તમારું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવું પડશે. આ કામ માટે તમારે આધાર સેન્ટર પર જવું પડશે. તમે ત્યાં તમારી બાયોમેટ્રિક માહિતી દાખલ કરીને અને 30 રૂપિયાની ફી ભરીને તમારો મોબાઈલ નંબર સરળતાથી બદલી શકો છો.