શોધખોળ કરો

Income Tax Refund Scam: ફેક મેસેજને લઇને ઇન્કમટેક્સ વિભાગની ચેતવણી, ટેક્સ રિફંડ કૌભાંડથી બચવાની આપી સલાહ

Income Tax Refund Scam: ટેક્સ વિભાગે મોબાઇલ ફોન પર આવનારા ટેક્સ રિફંડના એપ્રુવલના મેસેજથી બચવાની સલાહ આપી હતી

Income Tax Refund Scam:  આવકવેરા વિભાગે એવા કરદાતાઓને (Taxpayers)  ચેતવણી આપી છે જેઓ આવકવેરા રિટર્ન (Income Tax Return)  ફાઇલ કર્યા પછી આવકવેરા રિફંડની રાહ જોઈ રહ્યા છે. ટેક્સ વિભાગે આવા કરદાતાઓને ફેક મેસેજથી બચવાની સલાહ આપી છે. ટેક્સ વિભાગે મોબાઇલ ફોન પર આવનારા ટેક્સ રિફંડના એપ્રુવલના મેસેજથી બચવાની સલાહ આપી હતી. આવકવેરા વિભાગે તેને કૌભાંડ ( Scam) ગણાવ્યું છે.

પોપ-અપ સંદેશાઓથી સાવધ રહો

આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને કરદાતાઓને નકલી પોપ-અપ મેસેજનો શિકાર ન બનવાની સલાહ આપી છે. તેને સ્કેમ એલર્ટ ગણાવતા વિભાગે કહ્યું કે આવકવેરા વિભાગ ક્યારેય પોપ-અપ વિન્ડો દ્વારા કરદાતાઓનો સંપર્ક કરતું નથી. વિભાગે કરદાતાઓને કહ્યું છે કે જો તેઓને તેમના મોબાઈલ ફોન પર આવા શંકાસ્પદ પોપ-અપ મેસેજ મળે છે, તો તેઓએ તરત જ તેને બંધ કરી દેવો જોઈએ. ઉપરાંત, આવા મેસેજ મળવા પર, http://incometaxindia.gov.in/pages/report-phishing.aspx પર જાવ અને તેના વિશે ફરિયાદ કરો. ટેક્સ વિભાગે કરદાતાઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. કરદાતાઓ 18001030025/18004190025 પર જઈને આવા પોપ-અપ મેસેજ સામે તેમની ફરિયાદ પણ નોંધાવી શકે છે.

ટેક્સ રિફંડની એપ્રુવલના નામે કરાઇ રહી છે છેતરપિંડી

આવકવેરા વિભાગને એવી ફરિયાદો મળી છે કે કરદાતાઓને ટેક્સ રિફંડની મંજૂરી માટે લલચાવતા પોપ-અપ મેસેજ મળી રહ્યા છે. આવા મેસેજમાં લખેલું હશે કે તમારું 15,000 રૂપિયાનું ઈન્કમ ટેક્સ રિફંડ મંજૂર થઈ ગયું છે અને આ રકમ તમારા ખાતામાં જલ્દી જમા થઈ જશે. મેસેજમાં એક એકાઉન્ટ નંબર લખવામાં આવે છે જેને વેરિફાઈ કરવાનું કહેવામાં આવે છે. અને જો આ એકાઉન્ટ નંબર સાચો ન હોય તો તમને એક લિંક પર જઈને બેંક ખાતાની વિગતો અપડેટ કરવાનું કહેવામાં આવે છે. અને આ તે છે જ્યાં કરદાતાઓ સાથે મોટી છેતરપિંડી થાય છે. કોઈ વ્યક્તિ આ લિંક પર ક્લિક કરતાની સાથે જ તેનો ફોન હેક થઈ જાય છે અને તેના એકાઉન્ટમાંથી તમામ પૈસા સાયબર ફ્રોડ દ્વારા ઉપાડી લેવામાં આવે છે.

આવકવેરા વિભાગની સલાહ

આ જ કારણ છે કે આવકવેરા વિભાગે કરદાતાઓને સલાહ આપી છે કે તેઓ આવા મેસેજનો શિકાર ન બને અને મેસેજમાં આપેલી લિંક પર ક્લિક ન કરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget