શોધખોળ કરો

ભારતે ઈંગ્લેન્ડનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, 200 રનથી જીત મેળવતા જ છવાઈ ગઈ ટીમ ઇન્ડિયા

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ODI 200 રને જીતી લીધી અને ODI શ્રેણી 2-1થી જીતી લીધી. મોટી જીત નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ભારતીય ટીમે ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ તરફથી બેટ્સમેન અને બોલરોએ શાનદાર રમત બતાવી હતી. ત્રીજી વનડેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 352 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 151 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ જીતતાની સાથે જ ટીમ ઈન્ડિયાએ એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે.

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 200 રનથી જીત મેળવી છે, જે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર વેસ્ટ ઈન્ડિઝ સામે કોઈપણ ટીમની સૌથી મોટી જીત છે. ભારતે ઈંગ્લેન્ડનો રેકોર્ડ તોડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે 2017માં વેસ્ટ ઈન્ડિઝ સામે 186 રનથી જીત મેળવી હતી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયન ટીમે વર્ષ 2008માં વેસ્ટ ઈન્ડિઝ સામે 169 રનથી જીત મેળવી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામે વેસ્ટ ઈન્ડિઝમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી મોટી ODI જીત:

200 રન - ભારત, વર્ષ 2023

186 રન - ઈંગ્લેન્ડ, વર્ષ 2017

169 રન - ઓસ્ટ્રેલિયા, વર્ષ 2008

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની સૌથી મોટી ODI જીત:

224 રન, ગ્રાઉન્ડ-મુંબઈ; 2018

200 રન, ગ્રાઉન્ડ-તરૌબા; 2023

160 રન, ગ્રાઉન્ડ-વડોદરા; 2007

153 રન, ગ્રાઉન્ડ-ઈન્દોર; 2011

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ સતત વનડે શ્રેણી જીતનારી ટીમ છે. ભારતે 2007 થી 2023 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ સામે 13 વનડે શ્રેણી જીતી છે. પાકિસ્તાનની ટીમ બીજા નંબર પર છે. પાકિસ્તાને 1999 થી 2022 સુધી વેસ્ટ ઈન્ડિઝ સામે 10 વનડે શ્રેણી જીતી છે.

ટીમ સામે સૌથી વધુ સળંગ દ્વિપક્ષીય ODI શ્રેણી જીતી:

ભારત વિ. વેસ્ટ ઈન્ડિઝ - 13 શ્રેણી (2007–23)

પાકિસ્તાન વિ. ઝિમ્બાબ્વે - 11 શ્રેણી (1996–21)

પાકિસ્તાન વિ. વેસ્ટ ઈન્ડિઝ - 10 શ્રેણી (1999–22)

ભારત વિ. શ્રીલંકા - 10 શ્રેણી (2007–23)

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ODIમાં હાર્દિક પંડ્યાએ 50 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઝડપી ઇનિંગમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ખાસ કરીને ભારતીય કેપ્ટને છેલ્લી ઓવરમાં જે રીતે મોટા શોટ સરળતાથી લગાવ્યા તે આગામી વર્લ્ડ કપની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયા માટે સારો સંકેત છે. હાર્દિક પંડ્યા તેની શાનદાર ઇનિંગ બાદ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. આ સાથે જ ફેન્સ હાર્દિક પંડ્યાના ખૂબ વખાણ કરી રહ્યા છે.                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Embed widget