શોધખોળ કરો

વિદેશમાં UPIથી પેમેન્ટ કરવું થશે સરળ, આ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરવાની તૈયારીમાં સરકાર

ભારત સરકાર વૈશ્વિક સ્તરે ડિજિટલ ચુકવણીને સરળ બનાવવા માટે એક મોટું પગલું ભરવાનું વિચારી રહી હોવાનું કહેવાય છે.

UPI Alipay: ભારત સરકાર વૈશ્વિક સ્તરે ડિજિટલ ચુકવણીને સરળ બનાવવા માટે એક મોટું પગલું ભરવાનું વિચારી રહી હોવાનું કહેવાય છે. આ સંદર્ભમાં ચીન સાથે જોડાયેલ સિંગાપોર સ્થિત ફિનટેક કંપની એન્ટ ઇન્ટરનેશનલ સાથે વાતચીત ચાલી રહી છે જેથી તેના પ્લેટફોર્મ Alipay+ ને ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સાથે જોડી શકાય. જો આ યોજના સાકાર થશે છે તો ભારતીય યુઝર્સ વિદેશોમાં પણ UPIનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકશે.

વિદેશી પ્રવાસીઓ માટે મોટી સુવિધા

આ સંભવિત ભાગીદારીનો સૌથી વધુ લાભ ભારતીય પ્રવાસીઓને મળી શકે છે. ભારતીય પ્રવાસીઓ Alipay+ સાથે જોડાયેલા દેશોમાં દુકાનો અને સેવા પ્રદાતાઓ પર UPI મારફતે સીધી ચુકવણી કરી શકશે. આનાથી વિદેશી કરન્સી બદલવાની ઝંઝટ રહેશે નહીં અને મોંઘા આંતરરાષ્ટ્રીય ટ્રાન્જેક્શન ચાર્જનો બોજ પણ દૂર થશે.

Alipay+ નું વિશાળ વૈશ્વિક નેટવર્ક

કંપનીની વેબસાઇટ અનુસાર, Alipay+ વિશ્વભરમાં આશરે 1.8 અબજ યુઝર એકાઉન્ટ અને 15 કરોડથી વધુ વેપારીઓને જોડે છે. તેનું નેટવર્ક એશિયાથી યુરોપ, મધ્ય પૂર્વ અને લેટિન અમેરિકા સુધી વિસ્તરેલ છે. આવી સ્થિતિમાં UPI ને તેની સાથે જોડવાથી ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલીને વૈશ્વિક માન્યતા મળી શકે છે.

ભારતમાં UPIની તાકાત

UPI પહેલાથી જ દેશમાં ડિજિટલ ચુકવણીનો આધાર બની ગયું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, દર મહિને આશરે 18 અબજ ટ્રાન્જેક્શન તેના દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. સરકાર અને રિઝર્વ બેંક લાંબા સમયથી UPIના ઉપયોગને તેની સરહદોની બહાર વિસ્તૃત કરવા માંગે છે જેથી ભારતીય પ્રવાસીઓ અને બિન-નિવાસી ભારતીયો ભારતીય રૂપિયામાં ચુકવણી કરી શકે, જેનાથી સરહદ પાર ટ્રાન્જેક્શન સરળ બને.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ચીન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોએ મૂડી, ટેકનોલોજી અને પ્રતિભાના વિનિમયને ધીમું કરી દીધું હતું. અનેક મોટા રોકાણ પ્રસ્તાવો પણ અટકી ગયા હતા. જોકે, ગયા વર્ષથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે સુધારાના સંકેતો જોવા મળ્યા છે. લાંબા વિરામ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન મુલાકાત, સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવી અને વિઝા નિયમોમાં છૂટછાટ આ દિશામાં નિર્દેશ કરે છે.

હાલમાં આ ચર્ચાઓ તેમના પ્રારંભિક તબક્કામાં છે અને સત્તાવાર રીતે પુષ્ટી મળી નથી. નાણા મંત્રાલય, RBI અથવા NPCI તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. એ સ્પષ્ટ છે કે Alipay+ ને UPI સાથે જોડવાનો અંતિમ નિર્ણય સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. જો મંજૂરી મળે તો આ ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલી માટે એક ઐતિહાસિક પગલું બની શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget