શોધખોળ કરો

Jobs layoffs: 30,000 કર્મચારીઓ ગુમાવશે નોકરી, વધુ એક ટેક કંપનીએ લીધો નિર્ણય

Oracle Layoffs: વૈશ્વિક ટેક ઈન્ડસ્ટ્રિઝમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને લઈને રોકાણ કરવા માટે દોડધામ લાગી છે.

Oracle Layoffs: વૈશ્વિક ટેક ઈન્ડસ્ટ્રિઝમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને લઈને રોકાણ કરવા માટે દોડધામ લાગી છે. મોટી કંપનીઓ ભારે ખર્ચ કરી રહી છે. આ દોડમાં અમેરિકાની ટેક જાયન્ટ ઓરેકલ પણ આક્રમક પગલાં લઈ રહી છે. જો કે, તાજેતરના અહેવાલો અનુસાર, ઓરેકલ હવે તેના ઇતિહાસમાં સૌથી મોટી છટણી કરવાનું વિચારી રહી છે, જેના પરિણામે 20,000 થી 30,000 કર્મચારીઓ નોકરી ગુમાવી શકે છે. આ સંભવિત નિર્ણયનું મુખ્ય કારણ ઓપનએઆઈ સાથેનો ખર્ચાળ એઆઈ સોદો અને તેની સાથે સંકળાયેલા નાણાકીય દબાણ છે.

ભાગીદારીમાંથી વધતા ખર્ચ

ઓરેકલનો ઓપનએઆઈ સાથેનો સોદો કંપનીના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવતો હતો, પરંતુ હવે તે નાણાકીય બોજ હોય ​​તેવું લાગે છે. મીડિયા અહેવાલો અનુસાર, આ સોદો આશરે 156 બિલિયન ડોલર મૂડી ખર્ચમાં થઈ શકે છે. તેને લાખો GPU અને વિશાળ AI ડેટા સેન્ટર નેટવર્કની જરૂર છે. ઓરેકલે ટેક્સાસ, વિસ્કોન્સિન અને ન્યૂ મેક્સિકોમાં મોટા પાયે ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે, જેનો ખર્ચ પહેલાથી જ અબજો ડોલર થઈ ચૂક્યો છે.

ઓરેકલને લોન આપવામાં પીછેહટ કરી રહી  છે બેન્કો 

ઘણી અમેરિકાની બેન્કોએ ઓરેકલ સંબંધિત ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવાથી પીછેહઠ કરી હોવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે. વધતા વ્યાજ દર અને ઊંચા જોખમને કારણે ધિરાણકર્તાઓ પાછળ હટી રહ્યા છે. પરિણામે, ઓરેકલ ગ્રાહકો પાસેથી 40 ટકા સુધીની અગાઉથી ચુકવણીની માંગ કરી રહ્યું છે અને તેના સર્નર યુનિટના સંભવિત વેચાણ જેવા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓપન એઆઈ તેની કેટલીક ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે માઇક્રોસોફ્ટ અને એમેઝોન તરફ વળ્યું છે, જેનાથી ઓરેકલ પર દબાણ વધુ વધ્યું છે.

દેવું અને કેશ ફ્લોનું સંકટ 

ઓરેકલે માત્ર બે મહિનામાં આશરે 58 બિલિયન ડોલરની લોન લીધી છે. જેનાથી તેનું કુલ દેવું 100 બિલિયન ડોલરથી વધી ગયું છે.  કેશ ફ્લો પર વધતું દબાણ કંપનીને ખર્ચ ઘટાડવાના વિકલ્પો શોધવાની ફરજ પાડી રહ્યું છે. વિશ્લેષકો માને છે કે 20,000 થી 30,000 કર્મચારીઓની છટણી કરવાથી ઓરેકલને 8 થી 10 બિલિયન ડોલર રોકડ મળી શકે છે, જેનો ઉપયોગ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂરી રોકાણોને ભંડોળ પૂરું પાડવા માટે થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
EPFO ચેતવણી! નકલી લિંકથી ખાલી થઈ શકે છે બેંક ખાતુ , UAN-Aadhaar સુરક્ષિત રાખવાની 6 રીત 
EPFO ચેતવણી! નકલી લિંકથી ખાલી થઈ શકે છે બેંક ખાતુ , UAN-Aadhaar સુરક્ષિત રાખવાની 6 રીત 
Meesho થી શોપિંગ કરો છો તો સાવધાન, દિલ્હી હાઈકોર્ટે આપ્યો કડક આદેશ
Meesho થી શોપિંગ કરો છો તો સાવધાન, દિલ્હી હાઈકોર્ટે આપ્યો કડક આદેશ

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget