શોધખોળ કરો

રક્ષાબંધન પહેલા India Postએ જાહેર કર્યા નવા નિયમ, Speed Postના દરોમાં કરાયો ફેરફાર

લાખો ગ્રાહકો માટે સ્પીડ પોસ્ટ (Speed Post) સેવાઓ સાથે સંકળાયેલા નિયમો અને દરોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય ટપાલ વિભાગે સ્પીડ પોસ્ટના નિયમો અને દરો બદલ્યા છે.
  • દસ્તાવેજો અને પાર્સલની નવી વ્યાખ્યાઓ, વિભાગે સ્પષ્ટ કરી છે.
  • 1 ઓગસ્ટથી છૂટક-જથ્થાબંધ ગ્રાહકો માટે નવા દરો લાગુ પડશે.
  • આ ફેરફારો સ્પીડ પોસ્ટ સેવાને આધુનિક અને કાર્યક્ષમ બનાવશે.

તહેવારોની સીઝન ખાસ કરીને રક્ષાબંધન પહેલા ભારતીય ટપાલ વિભાગે (Department of Posts)  તેના લાખો ગ્રાહકો માટે સ્પીડ પોસ્ટ (Speed Post) સેવાઓ સાથે સંકળાયેલા નિયમો અને દરોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર વિભાગે હવે સ્પષ્ટ કર્યું છે કે કઈ વસ્તુઓને "દસ્તાવેજો" ગણવામાં આવે છે અને કઈ "પાર્સલ" તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. સ્પીડ પોસ્ટ સેવાઓ માટે એક નવું રેટ લિસ્ટ (Tariff Structure)  પણ નોટિફાઈ કરવામાં આવ્યું છે. જો તમે વારંવાર પોસ્ટથી પત્રો, સરકારી દસ્તાવેજો અથવા અન્ય વસ્તુઓ પોસ્ટ દ્વારા મોકલો છો તો બુકિંગ કરતા પહેલા આ નવા નિયમોને સમજવું મહત્વપૂર્ણ છે. ચાલો સમજાવીએ કે ઇન્ડિયા પોસ્ટે કઈ જાણકારી આપી છે.

ઇન્ડિયા પોસ્ટે કેટેગરી નોટિફાઈ કરી 

પ્રથમ વખત પોસ્ટ વિભાગે "દસ્તાવેજો" ની વ્યાખ્યા સૂચિત કરી છે, જેમાં પત્રો, છાપેલ સામગ્રી અને પૂરક વસ્તુઓનો સમાવેશ થશે જેની કોઈ Resale મૂલ્ય નથી. આવી વસ્તુઓ પર ઓછો પોસ્ટે દર લાગશે જ્યારે અન્ય બધી વસ્તુઓ પાર્સલ શ્રેણીમાં આવશે. વિભાગે છૂટક અને જથ્થાબંધ ગ્રાહકો માટે 24-કલાક અને 48-કલાક સ્પીડ પોસ્ટ સેવાઓ માટે દરો પણ સૂચિત કર્યા છે. આ સેવાઓ અનુક્રમે 24 કલાક અને 48 કલાકની અંદર ડિલિવરીનું વચન આપે છે.

સૂચના અનુસાર, બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (BFSI) ક્ષેત્ર સાથે સંબંધિત ઉત્પાદનો, વેલકમ કીટ, પત્રો, પાસબુક, ચેકબુક, બેન્ક સ્ટેટમેન્ટ, પ્લાસ્ટિક કાર્ડ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડને દસ્તાવેજો તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. તે સિવાય PAN કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ID કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી દસ્તાવેજો પણ આ શ્રેણીમાં સમાવવામાં આવશે. 500 ગ્રામ સુધીના બિન-વાણિજ્યિક પેકેટો, જેમ કે રાખડીના પરબિડીયાઓ અથવા પેકેટો અને શુભેચ્છા કાર્ડને પણ દસ્તાવેજો ગણવામાં આવશે. સૂચના અનુસાર, નોટ-1માં બતાવવામાં આવેલા સામાન છોડીને અન્ય તમામ વસ્તુઓને પાર્સલ કેટેગરી હેઠળ મોકલવામાં આવશે.

કિંમતમાં ફેરફાર

છૂટક ગ્રાહકો માટે હાલના દરો યથાવત રહે છે, પરંતુ દસ્તાવેજ શ્રેણીમાં બલ્ક બુકિંગ માટે નવા દરો સૂચિત કરવામાં આવ્યા છે.
1 ઓગસ્ટથી 24-કલાકની સ્પીડ પોસ્ટ યોજના હેઠળ છૂટક ગ્રાહકો માટે ચાર્જ વજન અને અંતરના આધારે પ્રતિ પેકેટ ₹38 થી ₹186 સુધીનો રહેશે.
50 ગ્રામથી ઓછા વજનવાળા પેકેટ માટે સ્થાનિક પોસ્ટેજ 38 અને દેશભરમાં 94 (પ્લસ GST) રહેશે.
સૂચના અનુસાર, 51-250 ગ્રામ માટે પોસ્ટેજ ચાર્જ 118-154 અને 251-500 ગ્રામ માટે 140-186 રૂપિયા પ્રતિ પેકેટ નક્કી કરવામાં આવ્યો છે.
જથ્થાબંધ ગ્રાહકો માટે 24 કલાકની સ્પીડ પોસ્ટ સેવા માટે ચાર્જ 38 થી 100 રૂપિયાની વચ્ચે રહેશે અને 48 કલાકની સેવા માટે તે 48 થી 72 રૂપિયાની વચ્ચે રહેશે. 
પોસ્ટ વિભાગે જણાવ્યું હતું કે 48 કલાકની સ્પીડ પોસ્ટ સેવા હેઠળ છૂટક ગ્રાહકોએ વજન અને ગંતવ્ય સ્થાનના આધારે પ્રતિ પેકેટ 61 થી 121રૂપિયાની વચ્ચે ચૂકવણી કરવી પડશે.
હાલમાં દેશના ફક્ત છ શહેરોમાં 24 સ્પીડ પોસ્ટ અને 48 સ્પીડ પોસ્ટ સેવાઓ ઉપલબ્ધ છે: દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ.

ઈન્ડિયા પોસ્ટનો ઉદ્દેશ્ય

પોસ્ટલ વિભાગની આ પહેલનો હેતુ સ્પીડ પોસ્ટ સેવાને વધુ આધુનિક, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે. હવે, જ્યારે પણ તમે સ્પીડ પોસ્ટ દ્વારા ટપાલ મોકલો છો ત્યારે ધ્યાનમાં રાખો કે જો પરબિડીયુંમાં કાગળ સિવાયની કોઈ વસ્તુ હશે તો તે પાર્સલ તરીકે બુક કરવામાં આવશે. સાચી માહિતી અને શ્રેણી સાથે બુકિંગ કરવાથી તમારી ટપાલ સમયસર અને કોઈપણ વિક્ષેપ વિના તેના ગંતવ્ય સ્થાને પહોંચશે.

Frequently Asked Questions

ભારતીય ટપાલ વિભાગે સ્પીડ પોસ્ટ સેવાઓમાં શું ફેરફાર કર્યા છે?

વિભાગે સ્પીડ પોસ્ટ સેવાઓ માટેના નિયમો અને દરોમાં ફેરફાર કર્યા છે, જેમાં

સ્પીડ પોસ્ટના નવા દરો શું છે?

છૂટક ગ્રાહકો માટે 24-કલાકની સેવા ₹38 થી ₹186 સુધીની રહેશે, જ્યારે જથ્થાબંધ ગ્રાહકો માટે ₹38 થી ₹100 રહેશે. 48-કલાકની સેવા માટે છૂટક ગ્રાહકોએ ₹61 થી ₹121 અને જથ્થાબંધ ગ્રાહકોએ ₹48 થી ₹72 ચૂકવવા પડશે.

24-કલાક અને 48-કલાક સ્પીડ પોસ્ટ સેવા કયા શહેરોમાં ઉપલબ્ધ છે?

હાલમાં આ સેવાઓ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ એમ છ શહેરોમાં ઉપલબ્ધ છે.

Advertisement

ટોપ સ્ટોરી

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
મોંઘવારીનો મોટો ઝટકો: સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધ્યો, ખાવા-પીવાની વસ્તુઓના વધ્યા ભાવ
મોંઘવારીનો મોટો ઝટકો: સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધ્યો, ખાવા-પીવાની વસ્તુઓના વધ્યા ભાવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Embed widget