EPFO: કંપની PF ના પૈસા જમા કરી રહી છે કે નહી ? આ રીતે કરો ચેક
નોકરી કરતા લોકો માટે પ્રોવિડન્ટ ફંડ (PF) ના પૈસા તેમની નિવૃત્તિ માટે મહત્વની સંપત્તિઓમાંની એક છે. તમે જે કંપનીમાં કામ કરો છો તે ચોક્કસપણે તમારા પગારમાંથી પીએફની રકમ કાપી લે છે.
EPFO: નોકરી કરતા લોકો માટે પ્રોવિડન્ટ ફંડ (PF) ના પૈસા તેમની નિવૃત્તિ માટે મહત્વની સંપત્તિઓમાંની એક છે. તમે જે કંપનીમાં કામ કરો છો તે ચોક્કસપણે તમારા પગારમાંથી પીએફની રકમ કાપી લે છે. તમે PF ખાતામાં જેટલું યોગદાન આપો છો તેટલું જ તમારી કંપની પણ આપે છે. એમ્પ્લોયર દર મહિને તમારા પગારમાંથી ચોક્કસ રકમ કાપીને PF નાણા જમા કરે છે અને તમને તેના પર વાર્ષિક વ્યાજ મળે છે. તો કેવી રીતે જાણવું કે એમ્પ્લોયર તમારા પીએફના પૈસા તમારા પીએફ ખાતામાં જમા કરી રહ્યા છે કે નહીં ?
PF ના પૈસા કાપવાનો નિશ્ચિત નિયમ એ છે કે તે તમારા બેઝિક પગાર અને DAના 12 ટકા છે. આ સિવાય તમારા એમ્પ્લોયર પણ તેમની તરફથી 12 ટકા યોગદાન આપે છે.
એમ્પ્લોયર દ્વારા જમા કરાયેલા આ 12 ટકામાંથી, કંપની તમારા પીએફ ખાતામાં 3.67 ટકા અને બાકીના 8.33 ટકા પેન્શન યોજનામાં જમા કરે છે. તમને એમ્પ્લોયર તમારા ખાતામાં પૈસા જમા કરાવે છે કે નહીં તેની માહિતી તમારી PF પાસબુકમાંથી મળશે. પાસબુક ચેક કરવા માટે તમારે પહેલા EPFO પોર્ટલ પર જવું પડશે. અહીં ધ્યાનમાં રાખો કે તમારો UAN નંબર એક્ટિવેટ છે.
- EPFO પર જાઓ, ‘Our Services' ટેબ પર જાઓ અને 'for employees' વિકલ્પ પસંદ કરો.
- આ પછી તમે 'member passbook' પર ક્લિક કરો.
- આ પછી તમારો UAN નંબર અને પાસવર્ડ નાખો.
- સફળતાપૂર્વક લૉગ ઇન કર્યા પછી, તમે તમારું EPF બેલેન્સ ચેક કરી શકશો.
- આમાં તમે તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ, તમામ ડિપોઝિટની વિગતો વગેરે જોઈ શકો છો.
જો તમે નોકરી કરતા હોવ, તો શું તમારો PF નિયમો મુજબ કપાશે ? આમાં કંપની દર મહિને કર્મચારીના પગારમાંથી ચોક્કસ રકમ કાપીને તેના પીએફ ખાતામાં જમા કરે છે. આ ઉપરાંત કંપની પગારમાંથી કપાયેલી રકમ કર્મચારીના પીપીએફ ખાતામાં પણ જમા કરાવે છે. EPFO દ્વારા તેના પર વાર્ષિક વ્યાજ પણ આપવામાં આવે છે. PF એકાઉન્ટનું બેલેન્સ માત્ર એપ દ્વારા જ નહીં પરંતુ મિસ્ડ કોલ અને SMS દ્વારા પણ ચેક કરી શકો છો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial





















