મોટા મોટા રિચાર્જને ફેલ કરી રહ્યો છે માત્ર 11 રુપિયાનો આ શાનદાર પ્લાન, મળશે 10 GB ડેટા
Jio, Airtel અને Viએ ગયા મહિને પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જે જુલાઈના પ્રથમ સપ્તાહથી અમલમાં આવી છે.
Airtel Cheapest Data Pack: Jio, Airtel અને Viએ ગયા મહિને પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જે જુલાઈના પ્રથમ સપ્તાહથી અમલમાં આવી છે. તેના પ્લાન્સમાં વધારો કર્યા પછી પણ એરટેલ પાસે હજુ પણ સૌથી સસ્તો ડેટા પેક છે, જેમાં યુઝર્સને અનલિમિટેડ ડેટા ઓફર મળે છે. આ એરટેલનો 11 રૂપિયાનો રિચાર્જ પ્લાન છે.
એરટેલના 11 રૂપિયાના ડેટા પેક સાથે રિચાર્જ કરવા પર તમને 10GB ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત, તમે Jio અને Viના કેટલાક રિચાર્જ પ્લાન પણ જોઈ શકો છો જે 50 રૂપિયાથી ઓછી કિંમતના ડેટા પ્લાન છે. ચાલો આ તમામ રિચાર્જ પ્લાન વિશે જાણીએ.
એરટેલનો સૌથી સસ્તો ડેટા પેક
11 રૂપિયાનો ડેટા પેકઃ એરટેલનો આ ડેટા પેક હાલમાં સૌથી સસ્તો ડેટા પ્લાન છે. હાલમાં એરટેલ સિવાય કોઈ પણ ખાનગી ટેલિકોમ કંપની પાસે આટલો સસ્તો પ્લાન નથી. 11 રૂપિયાના ડેટા પેકમાં યુઝરને 1 કલાકની વેલિડિટી સાથે અનલિમિટેડ ડેટા મળશે. તેની મર્યાદા 10 GB સુધી છે, એટલે કે યૂઝર્સ 64Kbps સ્પીડ સાથે 1 કલાકમાં 10 GB ડેટાનો ઉપયોગ કરી શકે છે.
22 રૂપિયાનો ડેટા પેકઃ કંપનીના આ ડેટા પ્લાનમાં યુઝરને રિચાર્જ પર 1 દિવસની વેલિડિટી સાથે 1 જીબી ડેટા મળે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે 1 જીબી ડેટા ખતમ થયા પછી, પ્રતિ એમબી 50 પૈસા ચાર્જ લેવામાં આવે છે.
33 રૂપિયાનો ડેટા પેક: આ પ્લાન 1 દિવસની વેલિડિટી સાથે પણ ઉપલબ્ધ છે. રિચાર્જ કર્યા બાદ યુઝરને 2GB ડેટા મળશે. આમાં, ડેટા ખતમ થયા પછી, 50 પૈસા પ્રતિ MB ચાર્જ લેવામાં આવે છે.
49 રૂપિયાનો ડેટા પેકઃ કંપનીના આ પ્લાનમાં યુઝરને 1 દિવસની વેલિડિટી સાથે 20GB સુધીનો અનલિમિટેડ ડેટા મળશે. તેનો 64Kbps સ્પીડ સાથે ઉપયોગ કરી શકાય છે.
Jioનો 49 રૂપિયાનો ડેટા પેક
Jioનો સૌથી સસ્તો ડેટા પ્લાન 49 રૂપિયામાં ઉપલબ્ધ છે. હાલમાં કંપની પાસે માત્ર એક ડેટા પેક 50 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. આ પેકમાં યુઝર્સને 1 દિવસની વેલિડિટી સાથે 25 જીબી ડેટા મળે છે. જો જોવામાં આવે તો 49 રૂપિયાના પ્લાનમાં Jio એરટેલ કરતા 5GB વધુ ડેટા આપી રહ્યું છે.
Vi ના સૌથી સસ્તા ડેટા પ્લાન
22 રૂપિયાનો ડેટા પેક: આ પ્લાનમાં Vi યુઝર્સને 1 દિવસની વેલિડિટી સાથે 1 GB ડેટા આપી રહ્યું છે.
33 રૂપિયાનો ડેટા પેકઃ આ પ્લાનમાં કંપની યૂઝર્સને 2 દિવસની વેલિડિટી સાથે 2GB ડેટા આપી રહી છે.
49 રૂપિયાનો ડેટા પેકઃ આ પ્લાનમાં કંપની યૂઝર્સને 1 દિવસની વેલિડિટી સાથે 20GB ડેટા આપી રહી છે.