શોધખોળ કરો

Aadhaar Card મફત અપડેટ કરવાની અંતિમ તક, 14 ડિસેમ્બરે ખતમ થશે ડેડલાઈન, ઓનલાઈન આ રીતે કરો 

આધાર કાર્ડમાં કોઈપણ માહિતી અપડેટ કરવા માંગો છો તો વધુ રાહ જોશો નહીં. તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર આજ અને આવતીકાલ છે.

Aadhaar Free Update:  જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ માહિતી અપડેટ કરવા માંગો છો તો વધુ રાહ જોશો નહીં. તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર આજ અને આવતીકાલ છે. આધારને ફ્રી અપડેટ કરવાની છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર એટલે કે શનિવારના રોજ સમાપ્ત થઈ રહી છે. સમયમર્યાદા પછી, તમારી વિગતો અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. UIDAI એ આ વર્ષની શરૂઆતમાં મફત આધાર અપડેટ સેવાની જાહેરાત કરી હતી, જેને માર્ચથી જૂન, પછી સપ્ટેમ્બર અને હવે 14 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આ વખતે ઓથોરિટી સમયમર્યાદા લંબાવે તેવી શક્યતા નથી.

આ ડેટાને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા

UIDAI અનુસાર, આધાર કાર્ડ ધારકો તેમની વિગતો જેમ કે સરનામું, ફોન નંબર, નામ વગેરે મફતમાં અપડેટ કરી શકે છે. જો તમે બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માંગો છો, તો તમારે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે. UIDAI વેબસાઈટ અનુસાર, નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર જેવી વસ્તી વિષયક માહિતી અપડેટ કરવાની સુવિધા mAadhaar એપમાં ઉપલબ્ધ નથી. હાલમાં સરનામું અપડેટ કરવાની સુવિધા માત્ર દસ્તાવેજની સુવિધા દ્વારા જ ઉપલબ્ધ છે. જો કે, આ સુવિધા ભવિષ્યમાં ઉમેરવામાં આવી શકે છે.

ચાલો જાણીએ આધાર અપડેટ કરવાની સરળ રીત 

  • સૌ પ્રથમ, UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ.
  • અહીં તમારે તમારી ભાષા પસંદ કરવાની રહેશે. તમારી અનુકૂળતા મુજબ અહીં દર્શાવેલ કોઈપણ ભાષા પસંદ કરી શકો છો.
  • હવે તમે જે પણ માહિતી અપડેટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે, જો તમે તમારું સરનામું અપડેટ કરવા માંગો છો તો તમારે આધાર અપડેટનો વિકલ્પ પસંદ કરવો પડશે.
  • આગલી સ્ક્રીન પર, તમારે માય આધાર પર જઈને લોગ ઇન કરવું પડશે, જેના માટે તમારે તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
  • આ પછી, વેરિફિકેશન માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. આના દ્વારા તમે લોગીન કરી શકશો.
    ત્યારબાદ એક નવી વિન્ડો ખુલશે જ્યાં તમને ટોપ પર ડોક્યુમેન્ટ અપડેટનો વિકલ્પ જોવા મળશે.
  • હવે ડોક્યુમેન્ટ અપડેટ પર જાઓ અને તમારી વસ્તી વિષયક વિગતો જેમ કે નામ, જન્મ તારીખ, સરનામું ચકાસો.
  • બધી વિગતો ચકાસ્યા પછી, ઓળખ અને સરનામાના પુરાવાના દસ્તાવેજો અપલોડ કરો,
  • આ દસ્તાવેજ માત્ર PDF, JPEG અથવા PNG ફોર્મેટમાં હોવો જોઈએ અને 2 MB કરતા ઓછો હોવો જોઈએ.
  • તમે પુરાવા તરીકે પાન કાર્ડ, મતદાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત સૂચિબદ્ધ કોઈપણ દસ્તાવેજો અપલોડ કરી શકો છો.
  • અહીં તમામ વિગતો અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 14 અંકનો અપડેટ રિક્વેસ્ટ નંબર મોકલવામાં આવશે. આ નંબર વડે તમે તમારી આધાર અપડેટ વિનંતીને ટ્રેક કરી શકો છો.
  • જ્યારે આધાર કાર્ડ અપડેટ થશે, ત્યારે તમને UIDAI તરફથી એક મેઇલ અથવા મેસેજ મોકલવામાં આવશે.
  • એકવાર આધાર અપડેટ થઈ ગયા પછી, તમે UIDAI સાઇટ પર જઈને તેને ડાઉનલોડ કરી શકો છો.

ટોપ સ્ટોરી

Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 
Gold-Silver Price Today: 2000 રુપિયા મોંઘું થયું ગોલ્ડ, ચાંદીએ પણ લગાવી છલાંગ
Gold-Silver Price Today: 2000 રુપિયા મોંઘું થયું ગોલ્ડ, ચાંદીએ પણ લગાવી છલાંગ
Stock Market Updates:Stock Market Updates: ભારતીય શેરબજારમાં 19 ઓગસ્ટે નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન
Stock Market Updates:Stock Market Updates: ભારતીય શેરબજારમાં 19 ઓગસ્ટે નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Embed widget