(Source: ECI/ABP News/ABP Majha)
Loan Fraud Case: CBIએ ICICI બેંકના પૂર્વ એમડી ચંદા કોચર અને તેમના પતિની ધરપકડ કરી
CBIએ કથિત ICICI બેન્ક-વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં ICICI બેન્કના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને દીપક કોચરની ધરપકડ કરી છે.
Chanda Kochhar Arrested: CBIએ કથિત ICICI બેન્ક-વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં ICICI બેન્કના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને દીપક કોચરની ધરપકડ કરી છે. આ કેસમાં સીબીઆઈએ 2019માં એફઆઈઆર નોંધી હતી.
CBIએ ગુનાહિત ષડયંત્ર સંબંધિત IPC કલમો હેઠળ નોંધાયેલી FIRમાં ચંદા કોચર, તેમના પતિ અને વિડિયોકોન ગ્રૂપના વેણુગોપાલ ધૂતની સાથે ન્યુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને આરોપી બનાવ્યા હતા.
3,250 કરોડની લોનમાં ગેરરીતિઓ
એવો આરોપ છે કે વિડિયોકોન જૂથને 2012માં ICICI બેંક પાસેથી રૂ. 3,250 કરોડની લોન મળ્યા બાદ વિડીયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતે કથિત રીતે ન્યુપાવરમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું.
2019માં FIR નોંધાઈ
સીબીઆઈએ 2019માં એફઆઈઆર નોંધ્યા બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપ છે કે આરોપીઓએ આઈસીઆઈસીઆઈ બેંકને છેતરવાના ગુનાહિત કાવતરામાં ખાનગી કંપનીઓને અમુક લોન મંજૂર કરી હતી. સીબીઆઈએ એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપ છે કે આરોપીઓએ આઈસીઆઈસીઆઈ બેંકને છેતરવાના ગુનાહિત કાવતરામાં ખાનગી કંપનીઓને અમુક લોન મંજૂર કરી હતી.
2018માં સીઈઓનું પદ છોડી દીધું
59 વર્ષીય ચંદા કોચરે ઓક્ટોબર 2018માં ICICI બેંકના CEO અને MD પદેથી રાજીનામું આપ્યું હતું. તેના પર આરોપ હતો કે તેણે કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને ઓઈલ એન્ડ ગેસ એક્સ્પ્લોરેશન કંપની વીડિયોકોન ગ્રુપની તરફેણ કરી હતી.
2009માં ચંદા કોચરને CEO અને MD બનાવવામાં આવ્યા હતા. ચંદા કોચરના નેતૃત્વમાં ICICI બેંકે રિટેલ બિઝનેસમાં પગ મૂક્યો, જેમાં તેને અપાર સફળતા મળી. કોચરના પતિની કંપનીમાં રોકાણ અંગે બેંકની ઉધાર લેનાર કંપની વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અયોગ્યતાના આક્ષેપો બાદ ઓક્ટોબર 2018માં ચંદા કોચરે રાજીનામું આપ્યું હતું.
મે 2020માં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ચંદા કોચર અને તેમના પતિની રૂ. 1,875 કરોડની લોન અને અન્ય સંબંધિત બાબતોના સંબંધમાં પૂછપરછ કરી હતી. આ લોન ICICI બેંકે વીડિયોકોનને 2009 અને 2011માં આપી હતી.
EDએ 3 વર્ષ પહેલા ચંદા કોચરની 78 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં મુંબઈમાં ચંદાનું ઘર અને તેની સાથે જોડાયેલી એક કંપનીની મિલકતોનો સમાવેશ થાય છે. EDના અધિકારીઓએ કહ્યું હતું કે કોચર વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કાર્યવાહી માટે વોરંટ જારી કરવામાં આવ્યું છે.