શોધખોળ કરો

LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 

LPG Price 1 January: નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 111 રૂપિયાનો વધારો કર્યો છે.

LPG Price 1 January:  નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 111 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારો આજથી અમલમાં આવ્યો છે. આ વધારાથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયો માટે ખર્ચમાં વધારો થશે. દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત હવે 1691.50 થશે, જે અગાઉ 1580.50 રૂપિયા હતી. કોલકત્તામાં હવે તેની કિંમત 1795.00 રૂપિયા હશે જે અગાઉ 1684 રૂપિયા હતી. મુંબઈમાં હવે તેની કિંમત 1642.50 રૂપિયા હશે જે અગાઉ 1531 રૂપિયા હતી. 14 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સરકારે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશના મોટાભાગના શહેરોમાં રસોઈ ગેસની કિંમત 850 થી 960 રૂપિયાની વચ્ચે છે. હાલમાં દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડર 853 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે મુંબઈમાં 852.50, લખનઉમાં 890.50 રૂપિયા, અમદાવાદમાં 860 રૂપિયા, હૈદરાબાદમાં 905,  વારાણસીમાં 916.50 રૂપિયા અને પટનામાં 951 રૂપિયામાં મળી રહ્યો છે. 

હવે સિલિન્ડરની કિંમત કેટલી હશે?

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, 19 કિલોગ્રામના સિલિન્ડર હવે પટનામાં 1953.50 , નોઇડામાં 1691 રૂપિયા, લખનઉમાં 1814 રૂપિયા, ભોપાલમાં 1696 રૂપિયા અને ગુરુગ્રામમાં 1708.50 રૂપિયામાં મળશે 

એલપીજીની કિંમત કેવી રીતે નક્કી થાય છે?

એલપીજી સિલિન્ડરની કિંમત ઘણા પરિબળો પર આધાર રાખે છે. પ્રથમ તે ઇમ્પોર્ટ પેરિટી પ્રાઈસના (IPP) આધારે નક્કી કરવામાં આવે છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત, ડોલર-રૂપિયા વિનિમય દર, નૂર, વીમો અને કરનો સમાવેશ થાય છે. દેશના દરેક રાજ્યમાં કર અને લોજિસ્ટિક્સ ખર્ચ અલગ અલગ હોય છે, તેથી અલગ અલગ રાજ્યોમાં LPGના ભાવમાં તફાવત છે.

દેશની સરકારી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ (ઓઇલ પીએસયુ) દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. અગાઉ આ કંપનીઓએ ડિસેમ્બર અને નવેમ્બરમાં અનુક્રમે 10 રૂપિયા અને 5 રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો હતો. જોકે, ગયા વર્ષે ઓક્ટોબરમાં ભાવમાં 15.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે પહેલાં પણ ભાવમાં સતત ઘટાડો થતો રહ્યો હતો.

આજે આ સિલિન્ડરોના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં 15.50 રૂપિયાનો એકમાત્ર વધારો 1 ઓક્ટોબરના રોજ થયો હતો. તે પહેલાં ભાવ સતત છ મહિના સુધી ઘટ્યા હતા. ગયા વર્ષે માર્ચમાં દિલ્હીમાં આ સિલિન્ડરનો ભાવ 1,803 રૂપિયા હતો, જે 1 એપ્રિલના રોજ ઘટીને 1,762 રૂપિયા થયો હતો. 1 મેના રોજ તે ફરીથી ઘટાડવામાં આવ્યો હતો જે 1,747.50 રૂપિયા પર પહોંચી ગયો હતો.

ટોપ સ્ટોરી

બેન્ક FD ભૂલી જાઓ! પોસ્ટ ઓફિસની આ સ્કીમથી સતત 5 વર્ષ સુધી દર મહિને મેળવો 9250 રૂપિયા
બેન્ક FD ભૂલી જાઓ! પોસ્ટ ઓફિસની આ સ્કીમથી સતત 5 વર્ષ સુધી દર મહિને મેળવો 9250 રૂપિયા
8th Pay Commission: આઠમું પગારપંચ લાગુ થાય તે પહેલા નિવૃત થઈ જાવ તો? જાણો એરિયર-પેન્શનનો નિયમ
8th Pay Commission: આઠમું પગારપંચ લાગુ થાય તે પહેલા નિવૃત થઈ જાવ તો? જાણો એરિયર-પેન્શનનો નિયમ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget