શોધખોળ કરો

2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન

Maggi size reduction 2026: મોંઘવારીનો માર: નેસ્લે કંપનીએ 7 થી લઈને 120 રૂપિયા સુધીના મેગી પેકેટના વજનમાં આશરે 7% નો કાપ મૂક્યો; શેરબજારમાં કંપનીના શેરમાં ઉછાળો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આ નિર્ણયથી શેરબજારમાં નેસ્લેના શેરમાં ઉછાળો નોંધાયો.

Maggi size reduction 2026: ઓછી કિંમતે લોકોની ભૂખ સંતોષતી અને બાળકોથી લઈને વડીલો સુધી સૌની મનપસંદ '2-મિનિટ' મેગી પર હવે મોંઘવારીની સીધી અસર જોવા મળી રહી છે. મેગીનું ઉત્પાદન કરતી અગ્રણી FMCG કંપની નેસ્લે (Nestle) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વધતા જતા ખર્ચને સરભર કરવા માટે કંપનીએ મેગી નૂડલ્સની કિંમતોમાં કોઈ વધારો કર્યો નથી, પરંતુ તેના વિવિધ પેકેટ્સના વજન (Size) માં નોંધપાત્ર ઘટાડો કરી દીધો છે. પરિણામે, કિંમત એ જ ચૂકવવા છતાં હવે ગ્રાહકોને અગાઉ કરતા ઓછી મેગી મળશે.

પેકેટ્સના વજનમાં કેટલો ઘટાડો થયો?

પ્રાપ્ત અહેવાલો અનુસાર, કંપનીએ બજારમાં ઉપલબ્ધ 7, 12, 15, 30, 60, 90 અને 120 રૂપિયાના મેગી પેકેટ્સના વજનમાં કાપ મૂક્યો છે. ઉદાહરણ તરીકે, 7 રૂપિયાના પેકેટમાં અગાઉ 35 ગ્રામ નૂડલ્સ આવતા હતા, જે ઘટાડીને હવે 32 ગ્રામ કરી દેવામાં આવ્યા છે. તેવી જ રીતે, 12 રૂપિયાના સૌથી લોકપ્રિય પેકેટનું વજન પણ 52 ગ્રામથી ઘટાડીને 48 ગ્રામ કરવામાં આવ્યું છે. એકંદરે, કંપનીએ મેગીના તમામ પેકેટ્સના વજનમાં અગાઉની સરખામણીમાં આશરે 7% નો ઘટાડો કર્યો છે. જે લોકો ઓછી કિંમતે મેગીથી પેટ ભરવાનો આનંદ માણતા હતા, તેમના માટે હવે આ પેકેટ સંતોષકારક રહેશે નહીં.

નેસ્લે કંપનીએ શું આપી સ્પષ્ટતા?

પેકેટ્સના વજનમાં ઘટાડો કરવાના આ નિર્ણય અંગે નેસ્લે કંપનીએ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને પોતાની નીતિ સ્પષ્ટ કરી છે. કંપનીએ પોતાના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું હતું કે, "ઉત્પાદન પાછળ સતત વધતા જતા ખર્ચને પહોંચી વળવા માટે કંપની સૌપ્રથમ ઉત્પાદન બચત, સારી ખરીદી, ક્ષમતા વિસ્તરણ અને અન્ય વૈકલ્પિક પગલાંઓ અપનાવે છે. ગ્રાહકો પર સીધો આર્થિક બોજ ન પડે તે માટે પ્રોડક્ટની કિંમતો વધારવી એ હંમેશા અમારો છેલ્લો વિકલ્પ હોય છે. આથી, આ વખતે મેગીની કિંમતો વધારવાને બદલે અમે પેકેટનું વજન ઘટાડવાનો સુરક્ષિત માર્ગ અપનાવ્યો છે."

આ પણ વાંચોઃ 2 મિનિટમાં બનતી મેગી નોંતરી શકે છે 5 ગંભીર બીમારી

શેરબજારમાં જોવા મળી સકારાત્મક અસર

એક તરફ ગ્રાહકોને મેગીના વજનમાં ઘટાડાથી ફટકો પડ્યો છે, તો બીજી તરફ રોકાણકારો માટે આ નિર્ણય ફાયદાકારક સાબિત થયો છે. વજન ઘટાડીને નફો જાળવી રાખવાના સમાચાર વહેતા થતાં જ શેરબજારમાં નેસ્લે ઇન્ડિયાના શેરમાં સકારાત્મક અસર જોવા મળી હતી. કંપનીના શેરમાં આશરે 1.3% નો ઉછાળો નોંધાયો હતો અને ટ્રેડિંગ સત્રના અંતે કંપનીના શેર 1405.20 રૂપિયાના મજબૂત સ્તર પર બંધ થયા હતા.

આ પણ વાંચોઃ શું મેગી ખાવાથી તમારી યાદશક્તિ નબળી પડે છે?

Frequently Asked Questions

મેગીના વજનમાં ઘટાડો થવાથી નેસ્લેના શેરબજાર પર શું અસર થઈ?

મેગીના વજનમાં ઘટાડો કરીને નફો જાળવી રાખવાના નિર્ણયથી શેરબજારમાં નેસ્લે ઇન્ડિયાના શેરમાં સકારાત્મક અસર જોવા મળી હતી. કંપનીના શેરમાં આશરે 1.3% નો ઉછાળો નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
Embed widget