નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકના (Reserve Bank of India) ડેપ્યુટી ગવર્નર મહેશ કુમાર જૈનનો (Deputy Governor Mahesh Kumar Jain) કાર્યકાળ બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. તેના જાણકારી ખુદ આરબીઆઈએ (RBI) આપી છે. મહેશ કુમાર જૈનનો 3 વર્ષનો કાર્યકાળ 21 જૂને સમાપ્ત થતો હતો. મોદી કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ મંગળારે 22 જૂનથી 2 વર્ષ માટે ફરીથી નિમણૂંકને મંજૂરી આપી હતી. આજે આરબીઆઈ તરફથી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.


જૈનની ફરીથી નિમણૂંક સાથે કેન્દ્રએ વાણિજ્યિક બેંકરને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે રાખવાની પરંપરા જાળી રાખી છે. હાલ કેન્દ્રીય બેંકમાં ચાર ડેપ્યુટી ગવર્નર છે. અન્ય ત્રણ ડેપ્યુટી વર્નરમાં માઈખલ ડી પાત્રા, એમ રાજેશ્વર રાવ અને ટી શંકર છે. આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નર બનતાં પહેલા મહેશ કુમાર જૈન આઈડીબીઆઈ બેંકમાં મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ રહી ચુક્યા છે. મહેશ કુમાર જૈનને મોદી સરકારે 4 જૂન 2018ના રોજ ત્રણ વર્ષ માટે આરબીઆઈના ડેપ્યુટી ડાયરેકટર તરીકે વરણી કરી હતી.


બેંકિંગમાં ત્રણ દાયકાથી વધારેનો અનુભવ ધરાવતાં જૈન માર્ચ 2017માં આડીબીઆઈ બેંકમાં એમડી બન્યા હતા. મહેશકુમાર જૈન એક્ઝિમ બેંક, એનઆઈબીએમ અને આઈબીપીએસના બોર્ડમાં રહી ચુક્યા છે. એટલું જ નહીં બેકિંગ સેક્ટરને લઈ બનેલી અનેક કમિટીમાં પણ મહત્વની ભૂમિકામાં રહ્યા છે.


Gujarat Corona cases: રાજ્યમાં કોરોના ધીમો પડ્યો, રિકવરી રેટ 97 ટકાને પાર, જાણો આજે કેટલા કેસ નોંધાયા


Somanath Temple: સૌરાષ્ટ્રનું આ જાણીતું મંદિર શુક્રવારથી ખૂલશે, જાણો શ્રદ્ધાળુએ દર્શન કરવા શું કરવું પડશે ?


મોદી સરકારે લીધો મોટો નિર્ણય, માતા-પિતાને કોરોના થાય તો કેન્દ્ર સરકારના કર્મચારીને મળશે 15 દિવસની સ્પેશિયલ કેઝ્યુઅલ લીવ


ગુજરાતમાં બોગસ તબીબો પર કાર્યવાહી ન કરવા કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ નીતિન પટેલને કરી ભલામણ ?


રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો રાજ્યમાં કઈ તારીખથી બાગ-બગીચા, જીમ ખૂલશે


માણસો 100 વર્ષ સુધી જીવતા રહે તે દિવસો દૂર નથી, હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનો દાવો