શોધખોળ કરો
Advertisement
Maruti Zusukiએ આ કારની કિંમતમાં કર્યો એક લાખ રૂપિયાનો ઘટાડો, જાણો વિગતે
Maruti Zusuki કંપનીએ પોતાની પ્રિમિયમ હેચબેક કારની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. મારુતી સુઝુકીએ Baleno RSની કિંમતમાં એક લાખ રુપિયા સીધીનો ઘટાડો કર્યો છે.
નવી દિલ્હી: તહેવારોની સીઝનને લઈ ઑટો કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે ઑફર્સ આપવાની શરૂઆત કરી દીધી છે. મારુતિ સુઝુકીએ હાલમાં જ વિવિધ મોડલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જેમાં પાંચ હજાર રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે કંપનીએ પોતાની પ્રિમિયમ હેચબેક કારની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. મારુતી સુઝુકીએ Baleno RSની કિંમતમાં એક લાખ રુપિયા સીધીનો ઘટાડો કર્યો છે.
કંપનીએ Baleno RSના એક્સ-શોરૂમ પ્રાઇસમાં એક લાખ રૂપિયા ઘટાડ્યા છે. હાલ Baleno RSની દિલ્હીમાં એક્સ શોરૂમની કિંમત 8.88 લાખ રૂપિયા છે. આ ઘટાડો સ્ટોક ક્લિયર કરવા માટે કરવામાં આવ્યો છે. મારુતિ સુઝુકી બલેનો ભારતમાં સફળ કારોમાંની એક છે પરંતુ આરએસ મૉડલને અપેક્ષિત સફળતા મળી નથી. જેના બાદ કંપનીએ તેની કિંમતમાં ઘટાડો કર્યો છે.
મારુતિએ કારના ભાવમાં કર્યો ઘટાડો, નવો ભાવ આજથી જ થયો લાગુ, જાણો વિગતે
આ પહેલા મારુતિ સુઝુકી ઈન્ડિયાએ અલ્ટો 800, એલ્ટો કે10, સ્વિફ્ટ ડીઝલ, સેલેરિયા, બલેનો ડીઝલ, ઈગ્નિસ, ડીઝાયર ડીઝલ, વિટારા બ્રેઝા અને એસ-ક્રોસ મોડલના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપની દ્વારા આ તમામ મોડલમાં 5,000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.
આ મહિનાની શરૂઆતમાં મારુતિ સુઝુકીના ચેરમેન આર. સી. ભાર્ગવે કહ્યું કે કાર નિર્માતાઓને લાગે છે કે ગત મહિનાની તુલનામાં સપ્ટેમ્બર મહિનામાં કારોનું વેચાણ વધવાની આશા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઑટોમોબાઇલ સૅક્ટરમાં સતત ઘટાડાની સ્થિતિ ઊભી થયેલી છે. મારુતિ સુઝુકીના સ્થાનિક બજારમાં ઑગસ્ટ મહિનામાં વેચાણ લગભગ 34.3 ટકા સુધી ઘટી ગયું હતું, જે હાલમાં થનારો સૌથી મોટો ઘટાડો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement