શોધખોળ કરો

Meta Layoffs News: મેટામાં છટણી, કર્મચારીઓએ નાસ્તાના કાઉન્ટર લૂંટ્યા અને ચાર્જર પણ લઈ ગયા

Meta Former Employee: તાજેતરમાં મેટાની ભૂતપૂર્વ કર્મચારી એડેલે વુએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ચોંકાવનારો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મેટામાં છટણી: ભૂતપૂર્વ કર્મચારીએ 'Doomsday' જેવો માહોલ વર્ણવ્યો.
  • કર્મચારીઓએ છટણી પહેલાં મફત નાસ્તો, પીણાં, ચાર્જરની બેગ ભરી.
  • મેટાવર્સમાં નુકસાન, AI માં રોકાણને કારણે 11,000 નોકરીઓ કપાઈ.
  • છટણી બાદ કર્મચારીઓમાં ચિંતા અને રોષ, કામ કરવાની ઇચ્છા ઘટી.

Meta Former Employee:  મેટાના કર્મચારીઓ હાલમાં છટણીનો સામનો કરી રહ્યા છે. જ્યાં એક ભૂતપૂર્વ કર્મચારી એડેલે વુએ ખુલાસો કર્યો કે કંપનીની પહેલી મોટી છટણીની પૂર્વસંધ્યા પર કર્મચારીઓએ મફત મળતા નાસ્તા, પીણાં અને ચાર્જરથી પોતાની બેગ ભરી દીધી હતી. એડેલે વુએ આ દિવસને "Doomsday" તરીકે વર્ણવ્યો હતો.

શું છે સમગ્ર ઘટના?

તાજેતરમાં મેટાની ભૂતપૂર્વ કર્મચારી એડેલે વુએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ચોંકાવનારો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા. તેમણે જણાવ્યું કે  2022માં જ્યારે કંપનીના 18 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 11,000 નોકરીઓનો કાપ મુકવામાં આવ્યો હતો ત્યારે કર્મચારીઓ ખૂબ જ હચમચી ગયા હતા.

તેમણે જણાવ્યું કે 2021ની તુલનામાં ટેક જાયન્ટ હજુ પણ કંપનીની અંદરના તણાવપૂર્ણ વાતાવરણને બદલવામાં અસમર્થ છે. તેણે વધુમાં જણાવ્યું કે છટણી કંપનીના મેટાવર્સ પ્રોજેક્ટમાં નોંધપાત્ર નુકસાન અને ત્યારબાદ AI અને ઓટોમેશનમાં વધેલા રોકાણને કારણે થઈ હતી.

આ પણ વાંચોઃ ટાટાની આ કંપનીમાં પગાર વધારાની જાહેરાત, સરેરાશ 5% વધ્યો, પણ કેટલાક કર્મચારીનો પગાર ઘટ્યો!

ભૂતપૂર્વ કર્મચારીએ તેની પોસ્ટમાં શું લખ્યું?

એટલું જ નહીં, તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે "મેટામાં મારા છેલ્લા વર્ષ દરમિયાન લગભગ 4-5 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી, જોકે, 20 મેના રોજનો છટણી અત્યાર સુધીની સૌથી મોટી છટણીઓમાંનો એક હતી." તેમણે આગળ લખ્યું કે "મને યાદ છે કે પહેલી મોટી છટણી પહેલાની રાત્રે વાતાવરણ ભયાનક હતું. "લોકો મફત નાસ્તા, પીણાં અને ચાર્જરથી તેમના બેગ ભરી રહ્યા હતા." દરમિયાન, તેમણે યુઝર્સને વધુમાં માહિતી આપી કે મોટી IT કંપનીઓમાં કામ કરવા માટે આ ખૂબ જ વિચિત્ર સમય છે.

બીજી બાજુ એડેલે વુની પોસ્ટ પછી મેટા સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રેન્ડ થવા લાગ્યું. તેની પોસ્ટ પર ટિપ્પણી કરતા ઘણા અન્ય કર્મચારીઓએ પોતાનું દુઃખ શેર કર્યું. એક વ્યક્તિએ લખ્યું, "મેં અહીં દરેક છટણી જોઈ છે. કંપનીમાં હાલમાં ઘણી ચિંતા અને રોષ છે. મને 2021ની યાદ આવે છે. માત્ર એટલું જ નહીં, બીજા એક યુઝરે તો શેર કર્યું કે તેમની ટીમના એક સભ્યને બિઝનેસ ટ્રીપ દરમિયાન અધવચ્ચેથી જ કાઢી મૂકવામાં આવ્યો હતો, જેના પછી તેઓને કામ કરવાની ઇચ્છા સંપૂર્ણપણે રીતે સમાપ્ત થઈ ગઈ છે.                     

Frequently Asked Questions

મેટામાં કર્મચારીઓની છટણી શા માટે થઈ રહી છે?

મેટામાં છટણી મેટાવર્સ પ્રોજેક્ટમાં નોંધપાત્ર નુકસાન અને AI તથા ઓટોમેશનમાં વધેલા રોકાણને કારણે થઈ હતી.

છટણી પહેલા કર્મચારીઓએ શું કર્યું?

છટણી પહેલાં, કર્મચારીઓએ ભયભીત વાતાવરણમાં મફત નાસ્તા, પીણાં અને ચાર્જરથી તેમની બેગ ભરી દીધી હતી.

એડેલે વુ કોણ છે અને તેણે શું ખુલાસો કર્યો?

એડેલે વુ મેટાની ભૂતપૂર્વ કર્મચારી છે. તેણે ખુલાસો કર્યો કે 2022માં થયેલી મોટી છટણી પહેલાં કર્મચારીઓએ ઓફિસમાંથી મફત વસ્તુઓ લઈ લીધી હતી.

મેટામાં છટણી કેટલા કર્મચારીઓને અસર કરશે?

2022માં મેટાની સૌથી મોટી છટણીમાં 11,000 નોકરીઓનો કાપ મુકવામાં આવ્યો હતો, જે કંપનીના ઇતિહાસમાં પહેલીવાર હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget