શોધખોળ કરો

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?

Microsoft layoffs: HR હેડ એમી કોલમેને કંપનીના આ કડક નિર્ણય પાછળનું સાચું કારણ જણાવ્યું, શેરમાં પણ 23% નો મોટો ઘટાડો નોંધાયો.

Microsoft layoffs 2026 update: ટેક જગતમાં ફરી એકવાર નોકરીઓ પર સંકટના વાદળો ઘેરાયા છે. દિગ્ગજ આઈટી કંપની માઈક્રોસોફ્ટમાં રાતોરાત અચાનક મોટી ઉથલપાથલ મચી ગઈ છે. કંપનીએ એક ઝાટકે પોતાના 4800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ સમાચારથી માત્ર ટેક ઈન્ડસ્ટ્રી જ નહીં, પરંતુ માઈક્રોસોફ્ટ જેવી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરવાનું સપનું જોતા હજારો યુવાનોને પણ મોટો આંચકો લાગ્યો છે.

મળતી માહિતી મુજબ, કંપનીએ પોતાના કુલ ગ્લોબલ વર્કફોર્સમાંથી આશરે 2.1% કર્મચારીઓની છટણી કરી છે, જેનો આંકડો લગભગ 4800 જેટલો થાય છે. આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કર્યા બાદ કંપનીના HR હેડ એમી કોલમેને એક મેમો દ્વારા આ પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કર્મચારીઓને જણાવ્યું હતું કે, આ કઠોર નિર્ણય માત્ર ખર્ચ ઘટાડવા પૂરતો સીમિત નથી, પરંતુ કંપનીની કાર્યશૈલીમાં એક મોટો અને જરૂરી ફેરફાર લાવવાનો ભાગ છે.

એમી કોલમેને પોતાના મેમોમાં લખ્યું હતું કે, "આજે અમે અમારા વૈશ્વિક કાર્યબળમાંથી લગભગ 2.1% એટલે કે 4800 પદો નાબૂદ કરી રહ્યા છીએ. અમારું મુખ્ય લક્ષ્ય અમારા કર્મચારીઓ, રોકાણો અને સંસાધનોને એવી જગ્યાએ કેન્દ્રિત કરવાનું છે જે ઝડપથી બદલાતા ટેક ઉદ્યોગમાં માઇક્રોસોફ્ટને ગ્રાહકોની વધુ સારી રીતે સેવા કરવામાં મદદરૂપ થઈ શકે." અત્યારે કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેક્ટરમાં મોટા પાયે રોકાણ કરી રહી છે, જેને આ છટણી પાછળનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ માર્ક ઝુકરબર્ગનું AI પર ફોકસ વધ્યું: મેટા કંપનીમાંથી 16,000 કર્મચારીઓની છટણીની તૈયારી

નોકરીઓમાં કાપની સાથે સાથે શેરબજારમાં પણ કંપનીની હાલત થોડી કફોડી જોવા મળી રહી છે. વર્ષ 2026 ના પહેલા છ મહિનામાં જ માઇક્રોસોફ્ટના શેરમાં લગભગ 23% નો મોટો ઘટાડો નોંધાયો છે, જે વર્ષ 2022 પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કંપનીએ અમેરિકામાં પણ પોતાના લગભગ 9000 કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ (Voluntary Buyout) ની ઓફર આપી હતી.

નોંધનીય છે કે આ વર્ષે માત્ર માઇક્રોસોફ્ટ જ નહીં, પરંતુ એમેઝોન અને મેટા જેવી અન્ય મોટી ટેક કંપનીઓએ પણ હજારો કર્મચારીઓની છટણી કરી છે. સતત વિકસી રહેલા AI પાછળ કંપનીઓ અઢળક નાણાં ખર્ચી રહી છે, જેના કારણે આ તમામ ટેક જાયન્ટ્સ પર પોતાનો નફો જાળવી રાખવા અને વધારવા માટે ભારે દબાણ ઊભું થયું છે.

આ પણ વાંચોઃ Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget