Modi Govt : ચીની સ્માટફોન બ્રાંડ પર ભિંસાસે ગાળિયો, મોદી સરકારનો આકરો નિર્ણય
આ કંપનીઓના અધિકારીઓની પણ પૂછપરછ કરી હતી. જો કે હવે કેન્દ્ર સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે.
![Modi Govt : ચીની સ્માટફોન બ્રાંડ પર ભિંસાસે ગાળિયો, મોદી સરકારનો આકરો નિર્ણય Modi Govt : Chinese Smartphone Brand Appoints Indians as Chief Officer in Company Modi Govt : ચીની સ્માટફોન બ્રાંડ પર ભિંસાસે ગાળિયો, મોદી સરકારનો આકરો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/14/4ecc14e7abd84dc97489c57c987146851686760740878724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chinese Smartphone Brand : કેન્દ્ર સરકાર ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ સાથે કડકાઈથી કામ કરી રહી છે. ચાઇનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ લાંબા સમયથી ભારતમાં નાણાકીય છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહી છે. આ કેસમાં ભારતીય તપાસ એજન્સીઓએ Xiaomi, Oppo અને Vivo બ્રાન્ડની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ કંપનીઓના અધિકારીઓની પણ પૂછપરછ કરી હતી. જો કે હવે કેન્દ્ર સરકારે આ મામલે મોટો નિર્ણય લીધો છે.
ચીની કંપનીઓમાં ભારતીયોની નિમણૂક કરવાનો નિર્ણય
મીડિયા રિપોર્ટ્સ અનુંસાર કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ ભારતમાં કામ કરવા માંગે છે તો તેમણે કંપનીઓમાં ભારતીય એક્ઝિક્યુટિવની નિમણૂક કરવી પડશે. મળતા અહેવાલો અનુંસાર સરકારે Xiaomi, Vivo અને Oppo જેવી બ્રાન્ડ્સ સાથે બેઠક યોજી છે અને કંપનીમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ચીફ ઓપરેટિંગ ઓફિસર, ચીફ ફાઇનાન્સ ઓફિસરની પોસ્ટ પર ભારતીયોને તૈનાત કરવા માટે સૂચનાઓ આપી છે. આ સાથે ચીફ ટેકનિકલ ઓફિસરનું પદ એક ભારતીયને આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા સૂચના
આ ઉપરાંતકેન્દ્ર સરકારે ચીનની કંપનીઓને ભારતના કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને કાયમી કરવા કહ્યું છે. એટલું જ નહીં, સ્માર્ટફોન બનાવવા માટે પાર્ટ્સ બનાવતી કંપનીઓ સાથે ભાગીદારી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રએ ચીની સ્માર્ટફોન બ્રાન્ડને ટેક્સની ચોરી ન કરવા સાથે ભારતીય કાયદાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.
સરકારે આ નિર્ણય કેમ લીધો?
સરકારનું માનવું છે કે ચીની કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર ભારતીયોની પોસ્ટિંગને કારણે તેઓ બ્રાન્ડની રણનીતિની ચોરી કરી શકશે નહીં. તેની સાથે ભારતીય નિયમોનો કડક અમલ કરી શકાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)