Mukesh Ambani Resigns: મુકેશ અંબાણીએ રિલાયન્સ Jioના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું, જાણો કોણ બન્યું નવા ચેરમેન
દેશના સૌથી મોટા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જીયોના ડાયરેક્ટર પદેથી રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ રાજીનામું આપી દીધું છે.
Mukesh Ambani Resigns: દેશના સૌથી મોટા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જીયોના ડાયરેક્ટર પદેથી રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ રાજીનામું આપી દીધું છે. મુકેશ અંબાણીએ રાજીનામું આપ્યા બાદ હવે રિલાયન્સ જીયોના નવા ચેરમેન તરીકે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની નિમણૂંક કરવામાં આવી છે. આ નવી નિમણૂંકને કંપનીના બોર્ડે મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે, રિલાયન્સ જીયો દેશની ટોચની ઈન્ટરનેટ અને ટેલિકોમ સુવિધા આપતી દિગ્ગજ કંપની છે.
રિલાયન્સમાં થયો મોટો ફેરફારઃ
મહત્વનું છે કે, મુકેશ અંબાણીએ ગત વર્ષે મહત્વનું નિવેદન આપ્યું હતું. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, કંપનીની લીડરશીપમાં ફેરફાર કરવામાં આવશે. મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નવા નેતૃત્વને આગળ આવવું પડશે. ત્યારે હવે આ નિવેદન મુજબ મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયોના નેતૃત્વમાં મોટો ફેરફાર કરી દીધો છે. આકાશ અંબાણી હવે રિલાયન્સ જીયોના નવા ચેરમેન બન્યા છે.
Gold Silver Price Today: સતત બીજા દિવસે સોનું મોંઘુ, ચાંદી 60 હજારને પાર
વૈશ્વિક બજારમાં ઉછાળાને કારણે મંગળવારે સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સોનાના વાયદાના ભાવ 51 હજારની નજીક પહોંચી ગયા છે, જ્યારે ચાંદી 60 હજારની ઉપર વેચાઈ રહી છે. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 24 કેરેટ શુદ્ધતા સોનાની વાયદાની કિંમત 163 રૂપિયા વધીને 50,812 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. અગાઉ, સોનામાં કારોબાર રૂ. 50,604ના સ્તરે શરૂ થયો હતો, પરંતુ ટૂંક સમયમાં તેની માંગમાં જોરદાર વધારો જોવા મળ્યો અને ભાવ રૂ. 200થી વધુ ઉછળ્યા. સોનું તેના અગાઉના બંધ ભાવથી 0.32 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
ચાંદીની પણ ચમક વધીઃ
સોનાની જેમ ચાંદીના વાયદાના ભાવમાં પણ આજે ઉછાળો આવ્યો હતો અને તેનો ભાવ 60 હજારની ઉપર પહોંચી ગયો હતો. એમસીએક્સ પર, ચાંદીની વાયદાની કિંમત સવારે રૂ. 199 વધીને રૂ. 60,145 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. અગાઉ ચાંદીમાં ખુલીને કારોબાર 59,760 પર શરૂ થયો હતો પરંતુ માંગમાં વધારાને કારણે ભાવમાં રૂ. 400થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદી તેના પાછલા બંધ ભાવથી 0.33 ટકાના વધારા સાથે કારોબાર કરી રહી છે.