શોધખોળ કરો

EPFO ALERT! હવે નવી રીતથી બનાવાય છે ફ્રોડનો શિકાર, ટીચરે ગુમાવ્યા 80 હજાર રૂપિયા

આરોપીઓએ પીએફ ખાતાધારકને AirDroid એપ ડાઉનલોડ કરવાનું કહ્યું હતું.

Online Scam with EPFO Account Holder:  દેશમાં ઓનલાઈન કૌભાંડ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તાજેતરમાં જ મુંબઈના જીમ ઓનરને 1.99 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. 53 વર્ષીય મહિલાએ ફૂડ ઓર્ડર કરતી વખતે છેતરપિંડીના જાળમાં ફસાઈને 87,000 રૂપિયા ગુમાવ્યા હતા. આ સિવાય OLX એપ પર જ્યુસર વેચતી વખતે એક યુઝર સાથે 1.14 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેટલાક ઉદાહરણો છે જે દર્શાવે છે કે સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે નવી નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે.

હવે એક નવા પ્રકારનું કૌભાંડ સામે આવ્યું છે. એક શિક્ષકના પીએફ ખાતામાંથી આરોપીઓએ 80 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. જો તમારી પાસે પણ PF એકાઉન્ટ છે અથવા તમે EPFના સભ્ય છો તો તમારે આ સમાચાર જાણવા જોઇએ, જેથી તમારી સાથે આવી ઘટના ન બને.

મહિલા શિક્ષિકાને આ રીતે નિશાન બનાવવામાં આવી

નવી મુંબઈની એક ખાનગી શાળામાં 32 વર્ષીય મહિલા નોકરી કરે છે. ટીઓઆઇના અહેવાલ મુજબ, મહિલા શિક્ષક પીએફ ઓફિસનો સંપર્ક નંબર ઓનલાઈન શોધી રહી હતી. તેણે તે નંબર પર સંપર્ક કર્યો ત્યારબાદ તેની સાથે 80,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. છેતરપિંડી કરનારે પોતે પીએફ ઓફિસનો સ્ટાફ હોવાનું કહ્યું હતું. આરોપીઓએ પીએફ ખાતાધારકને AirDroid એપ ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. આ પછી ગુનેગારે કોઈક રીતે બેન્ક એકાઉન્ટ્સની વિગતો મેળવી અને મહિલા શિક્ષક સાથે 80,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી.

રિપોર્ટ અનુસાર, છેતરપિંડી કરનારે મહિલા શિક્ષિકાને આ એપ પર તેનો એકાઉન્ટ નંબર અને MPIN દાખલ કરવા કહ્યું હતું. બેંક એકાઉન્ટ્સમાં એન્ટ્રી  મેળવ્યા પછી કૌભાંડીએ 16 ટ્રાજેક્શન કર્યા અને તેના ખાતામાં 80,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઘટના ગત સપ્તાહ દરમિયાન બપોરે 1.30 કલાકે બની હતી. 6 એપ્રિલે પીડિતાએ નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.

તમારે સાવચેત રહેવું પડશે

જો તમે કોઈપણ નંબર વિશે માહિતી મેળવવા માંગો છો તો ઓનલાઈન સર્ચ દરમિયાન તમારે ફક્ત સત્તાવાર વેબસાઇટ પરથી સંપર્ક નંબર મેળવવો જોઈએ. થર્ડ પાર્ટી વેબસાઈટ પરથી નંબર લેવો ખતરનાક બની શકે છે. બીજી તરફ, પીએફ ખાતા ધારકો PF સંબંધિત કોઈપણ કાર્ય માટે EPFOની સત્તાવાર વેબસાઇટ અથવા શાખાની મુલાકાત લઈ શકે છે. કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેની ચકાસણી કરી લો. જો તમે આધાર કાર્ડ અથવા અન્ય કોઈ દસ્તાવેજનો ઉપયોગ કરી રહ્યાં છો તો તે પ્લેટફોર્મની પ્રમાણિકતા તપાસો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget