શોધખોળ કરો

રાંધણ ગેસનો બાટલો થયો મોંઘો, નવો ભાવ આજથી જ લાગુ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સબ્સિડીવાળા રાંધણ ગેસનો ભાવ 579 રૂપિયા પ્રતિ સિલિન્ડરથી વધીને 590.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.

નવી દિલ્હીઃ સતત ત્રણ મહિના સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયા બાદ જૂનમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની આઈઓસીએ આ વાતની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર એલપીજીના ભાવમાં વધારા બાદ કંપનીએ આ ફેંસલો લીધો છે. નવા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે. ઈન્ડિયન ઓઇલે જાહેરાત કરી કે, આંતરરાષ્ટ્રીય કિંમતમાં વધારાના કારણે દિલ્હીમાં એલપીજીના રિટેલ ભાવમાં 11.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 14.2 કિલોગ્રામના સબસિડી વગરના રાંધણ ગેસ માટે કરવામાં આવ્યો છે. જે બાદ દિલ્હીમાં સબ્સિડી વગરના ગેસના બાટલાનો ભાવ 581.50 રૂપિયાથી વધીને 593 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સબ્સિડીવાળા રાંધણ ગેસનો ભાવ 579 રૂપિયા પ્રતિ સિલિન્ડરથી વધીને 590.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. દેશમાં સબ્સિડી વગરના રાંધણ ગેસના ભાવમાં સૌથી મોટો વધારે ચેન્નઈમાં થયો છે. ચેન્નઈમાં 569.50 રૂપિયામાં મળતા ગેસના બાટલાનો ભાવ આજથી 606.50 રૂપિયા થઈ ગયો છે. ચેન્નઈમાં સિલિન્ડરના ભાવમાં 37 રૂપિયાનો વધારો થયો છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 31.5 રૂપિયાનો વધારો થયો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી પર રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો લાગુ નહીં થાય. PMUYના લાભાર્થીને 30 જૂન સુધી ફ્રી સિલિન્ડર મળતો રહેશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉજ્જવલા યોજનાના લાભાર્થીને ત્રણ મહિના સુધી ફ્રી રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
Embed widget