શોધખોળ કરો
Advertisement
લોકડાઉનમાં લોકોને મળી મોટી રાહત, રાંધણ ગેસના સિલિન્ડરમાં આટલા રૂપિયાનો કરાયો ઘટાડો
કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન છે. એવામાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન છે. એવામાં સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. આજથી સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 162 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આજથી લાગું થશે.
રાજધાની દિલ્હીમાં સબસિડી વગરનો સિલિન્ડર 162.50 રૂપિયાના ઘટાડા સાથે 581.50 નો થયો છે. આ પહેલા તેનો ભાવ 744 રૂપિયા હતો. મંબઈમાં 192 રૂપિયાના ઘટાડા સાથે નવા ભાવ 579 રૂપિયા હશે. કોલકતામાં 584.50 અને ચેન્નાઈમાં 569 .50 હશે.
સરકાર ગ્રાહકને દર વર્ષે 12 સિલિન્ડર સબસિડીવાળા આપે છે. આ ઉપરાંત જો કોઈને ગેસ સિલિન્ડર જોઈએ તો તે બજાર કિંમતે આપે છે. સતત ચોથા મહિને રાંઘણ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં સબસિડી વગરનો સિલિન્ડર 586 રૂપિયાનો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion