શોધખોળ કરો

વધુ એક નાણાંકીય કૌભાંડમાં રોકાણકારોને રૂપિયા પરત મળશે, પૈસા પાછા મેળવવા માટે ઝડપથી કરો આ કામ

Pearl Group: કમિટીએ જુદા જુદા તબક્કામાં રિફંડની પ્રક્રિયા શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેબીએ 2016માં કમિટીની રચના કરી હતી.

PACL Chit Fund Refund News: જો તમે પણ Pearls/PACL India Limited માં રોકાણ કર્યું છે, તો આ સમાચાર તમારા માટે છે. સેબીની ઉચ્ચ સત્તા પ્રાપ્ત સમિતિએ PACL ગ્રુપના રોકાણકારોને મૂળ દસ્તાવેજો સબમિટ કરવા જણાવ્યું છે. કમિટીએ 19,000 રૂપિયા સુધીના રિફંડ ધરાવતા રોકાણકારોને તેમના પૈસા પાછા મેળવવા માટે 31 ઓક્ટોબર સુધીમાં દસ્તાવેજો સબમિટ કરવા જણાવ્યું હતું. કમિટીએ એવા રોકાણકારોને જ કહ્યું છે કે જેમની અરજીઓ વેરિફિકેશન થઈ ગઈ છે તેમના અસલ દસ્તાવેજો સબમિટ કરવા.

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આરએમ લોઢાની આગેવાની હેઠળની સમિતિ રોકાણકારોને પૈસા પરત કરવા માટે સંપત્તિના નિકાલની પ્રક્રિયા પર નજર રાખી રહી છે. કમિટીએ વિવિધ તબક્કામાં રિફંડની પ્રક્રિયા શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેબીએ વર્ષ 2016માં સમિતિની રચના કરી હતી. સેબીની વેબસાઈટ પર જાહેર કરાયેલી નોટિસ અનુસાર, સમિતિએ રૂ. 17,001 અને રૂ. 19,000 વચ્ચેના દાવાવાળા રોકાણકારો પાસેથી અસલ PACL નોંધણી પ્રમાણપત્ર માંગ્યું છે.

આ માટે, આવા રોકાણકારોને પાત્ર ગણવામાં આવ્યા છે, જેમની અરજીઓ સફળતાપૂર્વક ચકાસવામાં આવી છે. આ અંગેની માહિતી તમામ પાત્ર રોકાણકારોને SMS દ્વારા મોકલવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અસલ પ્રમાણપત્રો સ્વીકારવાની સુવિધા 1 ઓક્ટોબર, 2023 થી 31 ઓક્ટોબર, 2023 સુધી ખુલ્લી રહેશે. તમને જણાવી દઈએ કે PACL ને પર્લ ગ્રુપ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ સેબી દ્વારા 15,000 રૂપિયા સુધીનું રિફંડ આપવામાં આવતું હતું.

રિફંડ ક્યારે આવવાનું શરૂ થયું?

તમને જણાવી દઈએ કે PACL રોકાણકારો માટે રિફંડ પ્રક્રિયા જાન્યુઆરી 2020 માં શરૂ થઈ હતી. આ પ્રક્રિયા હેઠળ, પહેલા 5,000 રૂપિયા સુધીના દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું. આ પછી, જાન્યુઆરી-માર્ચ 2021 સુધી 10,000 રૂપિયા સુધીના દાવાવાળી અરજીઓ સ્વીકારવામાં આવી હતી. તે પછી, એપ્રિલ 2022 થી, સેબીએ રૂ. 10001 થી રૂ. 15000 સુધીના રિફંડ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. હવે 19 હજાર રૂપિયા સુધીના રિફંડની પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે રોકાણકારોને 31મી ઓક્ટોબર સુધીમાં અરજીઓ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ

PM કિસાન યોજનાના 15માં હપ્તા પહેલા લાભાર્થીઓની સંખ્યા ઘટી શકે છે, આ લોકોને નહીં મળે રકમ!                          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget