કાશ્મીરી એક્ટિવિસ્ટનો ચોંકાવનારો દાવો, 'પાકિસ્તાનના 600 કમાન્ડો ભારતમાં દાખલ થઇ ચૂક્યા છે'
તેમણે દાવો કર્યો હતો કે "એસએસજીના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ આદિલ રહમાની મુઝફ્ફરાબાદમાં રહે છે
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં 27 જૂલાઈના રોજ પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીના તાજેતરના પ્રયાસ પછી કાશ્મીરી એક્ટિવિસ્ટ અમજદ અયૂબ મિર્ઝાએ નિવેદન પર ચોંકાવનારો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે આ હુમલો માત્ર જેહાદી તાકાતો દ્ધારા કરવામાં આવ્યો નથી પરંતુ આ હુમલો સીધી રીતે પાકિસ્તાની સેના દ્ધારા કરવામાં આવી રહ્યો છે.
1. Allegedly SSG General Officer Commanding (GOC) Maj General Adil Rehmani is conducting the attacks in Jammu region.
— Amjad Ayub Mirza (@AMirza86155555) July 27, 2024
2. one whole SSG battalion is said to have infiltrated that means at least 600 commandos are in Kupwara region and else where.
3. local jihadi sleeper cells… pic.twitter.com/ZI1yz63GdP
તેમણે દાવો કર્યો હતો કે "એસએસજીના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ આદિલ રહમાની મુઝફ્ફરાબાદમાં રહે છે. તે મુઝફ્ફરાબાદથી ભારત સામે નવા હુમલાની યોજના બનાવી રહ્યો છે. લેફ્ટનન્ટ કર્નલ શાહિદ સલીમ જંજુઆના નેતૃત્વમાં એક એસએસજી બટાલિયન અગાઉથી જ તૈનાત છે. આ બટાલિયન જમ્મુ - કાશ્મીરના ભારતીય વિસ્તારમાં છે અને તે ભારતીય સુરક્ષા દળો પર હુમલો કરી રહ્યું છે. SSGની વધુ બે બટાલિયન જમ્મુ અને કાશ્મીરમાંથી મુઝફ્ફરાબાદમાં પ્રવેશવા માટે તૈયાર છે. આ હુમલાઓ જેહાદી તાકાતો સાથે કરવામાં આવી રહ્યા નથી પરંતુ આ હુમલાઓ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે.
Reportedly, Pakistan's top army commanders are behind the recent attacks in Jammu region. It is no surprise the precision with which these attacks are taking place. It is an act of war and India needs to respond accordingly. Ab Nahi Sahega Hindustan. pic.twitter.com/ErxP8S9g32
— Shesh Paul Vaid (@spvaid) July 29, 2024
તેમણે દાવો કર્યો હતો કે એક આખી SSG બટાલિયને ભારતમાં ઘૂસણખોરી કરી છે, જેનો અર્થ છે કે કુપવાડા વિસ્તાર અને અન્ય સ્થળોએ ઓછામાં ઓછા 600 કમાન્ડો છૂપાયેલા છે. નોંધનીય છે કે, કુપવાડા વિસ્તાર પીરપંજાલ અને શમ્સબરી પર્વતોની વચ્ચે આવેલો છે, જે આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાને છૂપાવવા માટે ખૂબ મદદગાર છે. આ સિવાય ડૉ. અમજદે એ પણ કહ્યું છે કે સ્થાનિક જેહાદીઓ પણ આ હુમલાઓમાં આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાને મદદ કરી રહ્યા છે. આ સ્થાનિક જેહાદી સ્લીપર સેલ જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ રીતે સક્રિય છે અને ભારતીય ક્ષેત્રમાં એસએસજીની હિલચાલને મદદ કરી રહ્યા છે.
અમજદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ કર્નલ શાહિદ સલીમ જંજુઆ હાલમાં જમ્મુમાં હુમલાની કમાન સંભાળી રહ્યા છે. પાકિસ્તાનની આખી યોજના ભારતીય સેનાની 15 કોર્પ્સનો મુકાબલો કરવાની છે. XV કોર્પ્સ, અથવા 15 કોર્પ્સ, જેને ચિનાર કોર્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય સેનાનું એક કોર્પ્સ છે, જે હાલમાં શ્રીનગરમાં સ્થિત છે અને કાશ્મીર ખીણમાં લશ્કરી કામગીરી માટે જવાબદાર છે. ડૉક્ટર અમજદે કહ્યું છે કે, આ સિવાય SSGની વધુ બે બટાલિયન મુઝફ્ફરાબાદ (PoK)માં છે અને જમ્મુ-કાશ્મીર થઈને ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર છે. એક બટાલિયનમાં લગભગ 500 સૈનિકો હોય છે. જો પાકિસ્તાનની આ બટાલિયનો પણ સ્થાનિક જેહાદીઓની મદદથી ભારતમાં ઘૂસશે તો પીર પંજાલ પહાડીઓમાં ફરી એકવાર કારગિલ જેવું યુદ્ધ થવાની સંભાવના છે.