શોધખોળ કરો

1 એપ્રિલથી પાન કાર્ડનો નિયમ બદલાશે! 31 માર્ચ પહેલાં કરી લો આ કામ, નહીંતર વધશે મુશ્કેલી

નવા નિયમ મુજબ, અરજદારોએ PAN કાર્ડની અરજી કરતી વખતે આધાર કાર્ડની સાથે જન્મતારીખ (DOB) નો અલગથી પુરાવો આપવો પડશે. 31 માર્ચ પહેલાં અરજી કરશો તો આ વધારાની પ્રોસેસથી બચી શકશો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 1 એપ્રિલથી પાન કાર્ડ માટે જન્મતારીખનો પુરાવો ફરજિયાત.
  • વધુ મજબૂત વેરિફિકેશન માટે નિયમોમાં ફેરફાર કરાયો.
  • જન્મના દાખલા, માર્કશીટ સહિતના દસ્તાવેજો માન્ય રહેશે.
  • 31 માર્ચ પહેલાં જૂની સરળ પ્રક્રિયાથી અરજી કરો.

જો તમે કે તમારા પરિવારમાં કોઈ નવું PAN કાર્ડ કઢાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. 1 એપ્રિલથી પાન કાર્ડ કઢાવવાના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી માત્ર આધાર કાર્ડના આધારે તમારું PAN કાર્ડ આસાનીથી બની જતું હતું, પરંતુ આવતા મહિનાથી આ સુવિધા બંધ થઈ જશે. હવે તમારે નવા પાન કાર્ડ માટે આધાર કાર્ડની સાથે તમારી જન્મતારીખ (Date of Birth) સાબિત કરતો કોઈ એક માન્ય દસ્તાવેજ અલગથી આપવો પડશે. જો તમે વધારાની માથાકૂટ અને દસ્તાવેજો એકઠા કરવાથી બચવા માંગતા હોવ, તો 31 માર્ચ પહેલાં જૂની અને સરળ પ્રક્રિયા મુજબ અરજી કરી શકો છો. ચાલો જાણીએ આ નવા નિયમ અને ઓનલાઈન પ્રોસેસ વિશે વિગતવાર.

એપ્રિલથી શું બદલાશે અને શા માટે?

CSC ઈ-ગવર્નન્સ સર્વિસીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આપેલી માહિતી મુજબ, પાન કાર્ડની અરજી પ્રક્રિયાને અપડેટ કરવામાં આવી રહી છે. હાલમાં તમે કોઈપણ વધારાના ડોક્યુમેન્ટ વગર માત્ર આધાર-આધારિત ઈ-કેવાયસી (e-KYC) નો ઉપયોગ કરીને પાન કાર્ડ મેળવી શકો છો. પરંતુ 1 એપ્રિલથી નવો નિયમ લાગુ થતાં, જૂના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. નવા ફોર્મમાં આધાર કાર્ડની સાથે જન્મતારીખનો પુરાવો જોડવો ફરજિયાત બની જશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો અને ઓળખના રેકોર્ડમાં થતી ભૂલોને ઘટાડવાનો છે.

જન્મતારીખના પુરાવા તરીકે કયા ડોક્યુમેન્ટ્સ ચાલશે?

નવા નિયમ મુજબ, આધાર કાર્ડ સિવાય તમારે નીચે મુજબના દસ્તાવેજોમાંથી કોઈપણ એક દસ્તાવેજ જન્મતારીખના પુરાવા તરીકે આપવાનો રહેશે:

જન્મનો દાખલો (Birth Certificate)

ચૂંટણી કાર્ડ (Voter ID)

ધોરણ 10 ની માર્કશીટ અથવા પ્રમાણપત્ર

ડ્રાઇવિંગ લાઇસન્સ

પાસપોર્ટ

મેજિસ્ટ્રેટ દ્વારા પ્રમાણિત કરેલું સોગંદનામું (Affidavit)

નવા પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

તમે હજુ પણ જાતે જ NSDL ના સત્તાવાર પોર્ટલ પરથી પાન કાર્ડ માટે ઑનલાઇન અરજી કરી શકો છો. તેની સરળ પ્રક્રિયા નીચે મુજબ છે:

1. સૌથી પહેલાં NSDL ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

2. 'Apply Online' પર ક્લિક કરો અને વિકલ્પોમાંથી 'New PAN - Indian Citizen (Form 49A)' પસંદ કરો.

3. કેટેગરીમાં 'Individual' (વ્યક્તિગત) પસંદ કરો.

4. તમારું નામ, જન્મતારીખ, ઈમેલ ID અને મોબાઈલ નંબર જેવી બેઝિક વિગતો ભરો.

5. કેપ્ચા કોડ નાખીને ફોર્મ સબમિટ કરો. ભવિષ્યના રેફરન્સ માટે જે 'Token Number' જનરેટ થાય, તે ખાસ નોંધી લો.

6. હવે આધાર-આધારિત OTP વેરિફિકેશન પૂરું કરો.

7. તમારું સરનામું અને માતા-પિતાની વિગતો ભરો (જો તમે આધાર કાર્ડ વાળું જ સરનામું રાખવા માંગતા હોવ, તો e-KYC વિકલ્પ પસંદ કરો).

8. ઓનલાઈન ફી ચૂકવો.

9. છેલ્લે, OTP ની મદદથી આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરીને ફોર્મ સબમિટ કરી દો.

સબમિશન પછી, તમારી અરજી પ્રોસેસ કરવામાં આવશે અને બધું યોગ્ય જણાશે તો વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમારું નવું PAN કાર્ડ જનરેટ થઈને તમારા એડ્રેસ પર આવી જશે.

Frequently Asked Questions

1 એપ્રિલથી પાન કાર્ડ કઢાવવાના નિયમોમાં શું ફેરફાર થશે?

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડની સાથે જન્મતારીખનો માન્ય પુરાવો આપવો ફરજિયાત બનશે. ફક્ત આધાર-આધારિત ઈ-કેવાયસી થી કામ નહીં ચાલે.

જન્મતારીખના પુરાવા તરીકે કયા દસ્તાવેજો માન્ય ગણાશે?

જન્મનો દાખલો, ચૂંટણી કાર્ડ, ધોરણ 10 ની માર્કશીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, અથવા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રમાણિત સોગંદનામું જેવા દસ્તાવેજો માન્ય ગણાશે.

ઓનલાઈન પાન કાર્ડ અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી?

NSDL ની વેબસાઇટ પર જઈ, 'New PAN - Indian Citizen (Form 49A)' પસંદ કરો. જરૂરી વિગતો ભરી, OTP વેરિફિકેશન અને ફી ચૂકવીને અરજી સબમિટ કરો.

નવા નિયમો શા માટે લાગુ કરવામાં આવી રહ્યા છે?

આ ફેરફારનો મુખ્ય હેતુ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો અને ઓળખના રેકોર્ડમાં થતી ભૂલોને ઘટાડવાનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 

Embed widget