શોધખોળ કરો
Advertisement
Petrol-Diesel Price: બે દિવસ બાદ ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આજે કેટલો ભાવવધારો ઝીંકાયો
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 9 ફેબ્રુઆરીએ વધવાની શરૂ થઈ હતી. 8 ફેબ્રુઆરી સુધી રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 86.95 રૂપિયા હતી.
Petrol-Diesel Price: ફરી એક વખત બે દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે અને બન્નેમાં 35 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. અત્યાર સુધી જે પેટ્રોલ 90.62 રૂપિયા પ્રતિ લિટર હતું તે હવે 90.97 રૂપિયા થઈ ગયું છે. જ્યારે એત લિટર ડીઝલની કિંમત 81.01 રૂપિયા પ્રતિ લિટર હતી તે બે દિવસ બાદ 35 પૈસા પ્રતિ લિટર મોંઘા થઈને 81.36 રૂપિયા થઈ ગઈ છે.
આ વર્ષ એટેલે કે 54 દિવસની અંતર કિંમત કેટલી વધી?
જણાવીએ કે, એક જાન્યુઆરી 2021ના રોજ રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 83.71 રૂપિયા હતી. જ્યારે ડીઝલની કિંમત 73.87 રૂપિયા હતી. પરંતુ આજે 23 ફેબ્રુઆરી, 2021ના રોજ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 90.97 રૂપિયા અને ડીઝલની કિંમત 81.36 રૂપિયા હતી. એટલે કે આ 54 દિવસમાં દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 7.22 રૂપિયા અને ડીઝલ 7.45 રૂપિયા મોંઘું થયું છે.
15 દિવસની અંદર કેટલી કિંમત વધી?
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 9 ફેબ્રુઆરીએ વધવાની શરૂ થઈ હતી. 8 ફેબ્રુઆરી સુધી રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 86.95 રૂપિયા હતી. જ્યારે ડીઝલની કિંમત 77.13 રૂપિયા પ્રતિ લિટર હતી. પરંતુ આજે 23 ફેબ્રુઆરી, 2021ના રોજ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 90.97 રૂપિયા અને ડીઝલની કિંમત 81.36 રૂપિયા છે. એટલે કે 15 દિવસની અંદર જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 3.98 રૂપિયા અને ડીઝલ 4.19 રૂપિયા મોંઘા થયા છે.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement