Petrol Diesel Price Today: પેટ્રોલના ભાવમાં આજે થયો વધારો, ડીઝલ પણ થયું મોંઘું
રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભવામાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 18 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ પેટ્રોલ 99.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.36 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે.
નવી દિલ્હીઃ ઓઈલ કંપનીઓએ ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. જેને લઈ આમ આદમીની પરેશાની વધી ગઈ છે. દૂઘ, ગેસના બાટલા વધતા ઈંધણના વધતા ભાવથી નાગરિકો હેરાન થઈ ગયા છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભવામાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 18 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ પેટ્રોલ 99.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.36 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે.
ચેન્નઈમાં પેટ્રોલ 100.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 93.91 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં આજે પેટ્રોલ 99.45 રૂપિયા અને ડીઝલ 92.27 પ્રતિ લીટર પહોંચી છે. મુંબઈ એવું બીજું મેટ્રો શહેર છે, જ્યાં પેટ્રોલની કિંમત 105.58 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે.
The price of petrol & diesel in #Delhi is at Rs 99.51 per litre and Rs 89.36 per litre respectively today
— ANI (@ANI) July 4, 2021
Petrol & diesel prices per litre - Rs 105.58 & Rs 96.91 in #Mumbai, Rs 100.44 & 93.91 in #Chennai, Rs 99.45 & Rs 92.27 in #Kolkata pic.twitter.com/VPpP0HAgNr
ક્રૂડ ઓઈલની કિંમત 2018થી ઓછી, તેમ છતાં પેટ્રોલિ ડીઝલ મોંઘા
ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમત હાલ પોતાની ઉચ્ચ સપાટીએ ચાલી રહી છે જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર છે. વૈશ્વિક સ્તર પર જોઈએ તો ક્રૂડ ઓઈલની કિંમત 75 ડોલર પ્રતિ બેરલ આસપાસ છે. ઓક્ટોબર 2018માં તે 80 ડોલર પ્તિ બેરલથી વધારે હતી પરુંત સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લિટર આસપાસ હતી.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.