શોધખોળ કરો
Advertisement
Petrol Diesel Price: સતત 12માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, દિલ્હીમાં પેટ્રોલ 90 રૂપિયાને પાર
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ 97 રૂપિયા પ્રતિ લિટર પર ચાલી રહ્યો છે.
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝળની કિંમતમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા વધીને 90.58 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયા છે. જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 37 પૈસા મોંધું થઈને 80.97 રૂપિયા થઈ ગયું છે. પેટ્રોલ ડીઝલની કિંતમાં આ વધારો સતત 12માં દિવસે અને આ મહિને 14મી વખત થયો છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલનો ભાવ 97 રૂપિયા પ્રતિ લિટર પર ચાલી રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 97 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝળની કિંમત 88.06 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. અન્ય શહેરોમાં પણ પેટ્રોલ ડીઝળની કિંમત રોજ નવી રેકોર્ડ સપાટીએ પહોંચી રહી છે.
દેશમાં મોંઘવારી માઝા મુકી રહી છે જેમાં પેટ્રોલ ડીઝલ ઉપરાંત ગેસ અને જીવન જરૂરી વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે જેને આમ આદમીની કમર તોડી નાંખી છે. જેમાં સૌથી ઝડપથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
શહેર | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 90.58 | 80.97 |
ચેન્નઈ | 92.59 | 85.98 |
નોઈડા | 91.44 | 81.41 |
મુંબઈ | 97.00 | 88.06 |
કોલકાતા | 95.33 | 84.56 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement