શોધખોળ કરો

Railway Stocks: રેલવેના આ શેરએ રોકાણકારોને કરાવ્યા બખ્ખા, એક સપ્તાહમાં 1 લાખ કરોડથી વધુની કમાણી 

છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં ભારતીય રેલ્વે સંબંધિત કેટલાક શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. આવી સ્થિતિમાં આ શેરોની માર્કેટ કેપમાં પણ ઘણો વધારો થયો છે.

Railway Stocks Rally: છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં ભારતીય રેલ્વે સંબંધિત કેટલાક શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. આવી સ્થિતિમાં આ શેરોની માર્કેટ કેપમાં પણ ઘણો વધારો થયો છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને મોટી કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો વચ્ચે પણ રેલ્વે સંબંધિત PSUsએ ખૂબ જ મજબૂત પ્રદર્શન કર્યું. કેટલાક શેરો રોકાણકારોને 55 ટકા સુધી મજબૂત વળતર આપવામાં સફળ રહ્યા છે. આવી સ્થિતિમાં, અમે તમને તે પાંચ રેલવે સંબંધિત PSU કંપનીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમના શેરમાં જોરદાર ઉછાળો નોંધાયો છે.

આ રેલવે શેરોએ મજબૂત વળતર આપ્યું હતું

રેલ્વે PSU કંપની રેલ વિકાસ નિગમના શેરમાં છેલ્લા એક સપ્તાહમાં 58 ટકાનો વધારો જોવા મળ્યો છે. 20 જાન્યુઆરીએ, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શેર્સમાં 10 ટકાનો વધારો નોંધાયો હતો અને અપર સર્કિટ લિમિટ એટલે કે 320.35ના નવા સ્તરે પહોંચ્યો હતો. શેરમાં જબરદસ્ત વધારાને કારણે કંપનીનું માર્કેટ કેપ માત્ર એક સપ્તાહમાં રૂ. 24,356 કરોડ વધીને રૂ. 66,793 કરોડ થઈ ગયું છે.

આ સિવાય ઈન્ડિયન રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (IRFC)ના શેરમાં છેલ્લા એક સપ્તાહમાં 55.42 ટકાનો વધારો જોવા મળ્યો છે અને તે એક દિવસમાં 10 ટકાના વધારા સાથે 176.25 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. શેરોમાં જબરદસ્ત ઉછાળાને કારણે કંપનીનું માર્કેટ 82,082 કરોડ રૂપિયાથી વધીને 2,30,332 કરોડ રૂપિયા થઈ ગયું છે.

અન્ય રેલવે PSU, Ircon ઇન્ટરનેશનલનો શેર પણ છેલ્લા એક સપ્તાહમાં રૂ. 195 થી વધીને રૂ. 271 થયો છે. આવી સ્થિતિમાં, કંપનીના શેરોએ એક સપ્તાહમાં 37 ટકાનું મજબૂત વળતર આપ્યું છે અને કંપનીનું માર્કેટ કેપ રૂ. 6,852.60 કરોડ વધીને રૂ. 25,182 કરોડ થયું છે. આ સિવાય છેલ્લા એક સપ્તાહમાં રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેરમાં 25 ટકા અને IRCTCના શેરમાં 8 ટકાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં, આ પાંચ મુખ્ય રેલવે શેરોએ મળીને તેમની માર્કેટ કેપમાં રૂ. 1.22 લાખ કરોડનો વધારો કર્યો છે.

રેલવેના શેર કેમ વધી રહ્યા છે ?

છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનમાં રેલવેના શેરમાં તોફાની વૃદ્ધિ પાછળ ઘણા કારણો છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં સરકાર રેલવે પર વધુ ખર્ચની જાહેરાત કરી શકે છે. આ સાથે, નાણાકીય વર્ષ 2023-24 માટે સારા ત્રિમાસિક પરિણામોની અપેક્ષાને કારણે રેલવે શેરોમાં તેજી જોવા મળી રહી છે.         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Embed widget