શોધખોળ કરો

રેશન કાર્ડ એલર્ટ: 31 જુલાઈ છેલ્લી તારીખ, મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લો આ કામ

તેલંગાણામાં 75% લોકોએ e-KYC પૂર્ણ કર્યું; રેશનની દુકાને જવાની ઝંઝટ વિના 'Mera KYC' એપ દ્વારા સ્માર્ટફોનથી જ કામ પતાવવાની સરળ રીત જાણો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રેશન કાર્ડ eKYC માટે તેલંગાણામાં ૩૧ જુલાઈ છેલ્લી તારીખ.
  • ૨૫% રેશન કાર્ડધારકોનું eKYC બાકી, લાભો માટે અનિવાર્ય.
  • 'Mera KYC' એપ કે રેશનની દુકાન પર eKYC શક્ય.

Ration Card eKYC Deadline 2026: જો તમે મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો અને હજુ સુધી તમારા રેશન કાર્ડનું e-KYC નથી કરાવ્યું, તો હવે થોડી ઉતાવળ રાખજો. તેલંગાણા રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે 31 જુલાઈ e-KYC કરાવવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. નાગરિક પુરવઠા વિભાગ તરફથી હજુ સુધી આ સમયમર્યાદા વધારવા અંગે કોઈ જાહેરાત થઈ નથી, એટલે છેલ્લી ઘડીની ભીડથી બચવા આ મહત્વનું કામ પતાવી લેવું જ ડહાપણભર્યું છે. સારા સમાચાર એ છે કે આ કામ માટે તમારે રેશનની દુકાન પર ધક્કા ખાવાની કે લાઈનોમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા સ્માર્ટફોનથી પણ e-KYC પ્રક્રિયા સાવ સરળતાથી અને ફટાફટ પૂર્ણ કરી શકો છો. આવો જાણીએ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતો વિશે.

25 ટકા લોકોનું e-KYC હજુ પણ બાકી:

અહેવાલો મુજબ, તેલંગાણા રાજ્યમાં હાલમાં આશરે 1,05,42,188 રેશન કાર્ડ નોંધાયેલા છે. આમાંથી લગભગ 75% કાર્ડધારકોએ સમયસર પોતાનું ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કરી લીધું છે. પરંતુ, બાકીના 25% લોકો માટે 31 જુલાઈની ડેડલાઈન માથા પર છે. મફત રેશનનો લાભ અટક્યા વિના સતત મેળવતા રહેવા માટે આ ઈ-કેવાયસી વેરિફિકેશન કરાવવું એકદમ ફરજિયાત છે.

ઘરે બેઠા મોબાઈલથી e-KYC કેવી રીતે કરવું? (સ્ટેપ-બાય-સ્ટેપ રીત):

જો તમે દુકાને જવા નથી માંગતા, તો તમારા સ્માર્ટફોનથી જ આ કામ ચપટી વગાડતા થઈ જશે. બસ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો:

સૌથી પહેલા તમારા ફોનમાં 'Mera KYC' અને 'Aadhaar FaceRD' નામની બે એપ્લિકેશન ડાઉનલોડ કરો.

હવે મોબાઈલનું 'લોકેશન' (Location) ચાલુ કરો અને 'Mera KYC' એપ ઓપન કરો.

તેમાં તમારું રાજ્ય (જેમ કે, તેલંગાણા) સિલેક્ટ કરો અને તેને કન્ફર્મ કરવા 'Verify Location' પર ક્લિક કરો.

ત્યારબાદ, તમારો આધાર નંબર, મોબાઈલ નંબર અને OTP નાંખીને વેરિફિકેશન પ્રક્રિયા આગળ વધારો.

આટલું કરતા જ તમારી બધી વિગતો સ્ક્રીન પર ખૂલી જશે. નીચે તમને 'Face eKYC' નો ઓપ્શન દેખાશે.

આ ઓપ્શન પર ક્લિક કરીને તમારો ચહેરો સ્કેન કરો. બસ, આટલું કરતા જ તમારું રેશન કાર્ડ e-KYC પૂર્ણ થઈ જશે!

આ પણ વાંચોઃ જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ

રેશનની દુકાને જઈને પણ થઈ શકશે કામ:

જો તમને ઓનલાઈન પ્રક્રિયા અઘરી લાગતી હોય અથવા મોબાઈલમાં કોઈ સમસ્યા હોય, તો તમે સીધા જ તમારી નજીકની રેશનની દુકાને જઈને પણ આ કામ પતાવી શકો છો. તમારે ફક્ત તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લઈને જવાનું રહેશે. દુકાનદાર ત્યાં હાજર e-POS (ઈ-પોસ) મશીનમાં તમારી ફિંગરપ્રિન્ટ (બાયોમેટ્રિક) લઈને ગણતરીની મિનિટોમાં જ તમારું e-KYC પૂરું કરી આપશે.

રેશન કાર્ડ e-KYC શા માટે આટલું જરૂરી છે?

તમને થતું હશે કે આ બધી માથાકૂટ શા માટે? તો જાણી લો કે રેશન કાર્ડ માત્ર સરકાર તરફથી મફત કે સસ્તું અનાજ મેળવવાનું જ સાધન નથી, પરંતુ તે એક ખૂબ જ મહત્વનો ઓળખનો પુરાવો (ID Proof) પણ છે. e-KYC થવાથી સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે સરકારી યોજનાઓનો લાભ ખરેખર સાચા અને જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચી રહ્યો છે. સીધી ભાષામાં કહીએ તો, આ પ્રક્રિયાથી રેશન કાર્ડના નામે થતી ગેરરીતિ અને છેતરપિંડીને રોકવામાં બહુ મોટી મદદ મળે છે.

આ પણ વાંચોઃ રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

Frequently Asked Questions

રેશન કાર્ડ e-KYC કરાવવાની છેલ્લી તારીખ કઈ છે?

તેલંગાણા રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે e-KYC કરાવવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ સમયમર્યાદા લંબાવવા અંગે હજુ કોઈ જાહેરાત થઈ નથી.

રેશન કાર્ડ માટે e-KYC કરાવવું શા માટે ફરજિયાત છે?

મફત રાશનનો લાભ સતત મેળવવા અને સરકારી યોજનાઓનો લાભ સાચા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા e-KYC ફરજિયાત છે. તે છેતરપિંડી રોકવામાં મદદ કરે છે.

ઘરે બેઠા મોબાઈલથી રેશન કાર્ડ e-KYC કેવી રીતે કરી શકાય?

'Mera KYC' અને 'Aadhaar FaceRD' એપ ડાઉનલોડ કરો, લોકેશન ચાલુ કરો, રાજ્ય પસંદ કરો અને આધાર, મોબાઈલ, OTP દાખલ કરી ચહેરો સ્કેન કરો.

જો ઓનલાઈન e-KYC ન થઈ શકે, તો બીજો કયો વિકલ્પ છે?

જો ઓનલાઈન પ્રક્રિયા મુશ્કેલ લાગે, તો તમે તમારી નજીકની રેશનની દુકાને જઈ શકો છો. ત્યાં આધાર અને રેશન કાર્ડ સાથે બાયોમેટ્રિક દ્વારા e-KYC કરાવી શકાય છે.

Advertisement

ટોપ સ્ટોરી

6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Advertisement

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Embed widget