શોધખોળ કરો

જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ

'વન નેશન વન રેશન કાર્ડ' હેઠળ સરકારની 'મેરા રાશન એપ'થી હવે રાશનની માહિતી, નજીકની દુકાનનું લોકેશન અને ફરિયાદ જેવી સુવિધાઓ આંગળીના ટેરવે; ખાસ કરીને રોજગારી માટે સ્થળાંતર કરતા લોકો માટે બનશે આશીર્વાદરૂપ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્ર સરકારે 'મેરા રાશન એપ' વન નેશન યોજના હેઠળ શરૂ કરી.
  • તેનાથી દેશભરમાં ગમે ત્યાંથી રાશન મેળવો, માહિતી પણ જુઓ.
  • ઇ-કેવાયસી, દુકાન શોધવા, ફરિયાદ જેવી સુવિધાઓ એપમાં છે.

mera ration app download: જો તમે પણ રાશન કાર્ડ ધરાવો છો અને સરકાર તરફથી મળતું સસ્તું અનાજ મેળવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. કેન્દ્ર સરકારે રાશનની સુવિધાઓને ડિજિટલ અને વધુ સરળ બનાવવા માટે 'વન નેશન, વન રેશન કાર્ડ' (ONORC) યોજના હેઠળ 'મેરા રાશન એપ' (Mera Ration App) શરૂ કરી છે. આ એપની મદદથી તમે દેશના કોઈપણ ખૂણેથી સરળતાથી તમારું રાશન મેળવી શકો છો. રોજગારી માટે વારંવાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરતા લોકો માટે આ એપ આશીર્વાદ સમાન છે. હવે તમારે રાશનની દુકાનો કે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી, કારણ કે આ એક જ એપમાં તમને રાશનને લગતી તમામ સેવાઓ તમારા ઘરના આરામથી બેઠા-બેઠા મળી જશે. ચાલો જાણીએ આ એપ કેવી રીતે કામ કરે છે અને તેના શું ફાયદા છે.

'મેરા રાશન એપ' ખરેખર છે શું?

આ ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન છે. તેને ખાસ કરીને રેશન કાર્ડ ધારકો અને રોજગારી માટે સ્થળાંતર કરતા મજૂરોની સગવડતા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ એપ તમને રેશન કાર્ડને લગતી અનેક સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે. તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર જઈને આ એપ બિલકુલ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

જાણો મેરા રાશન એપના કમાલના ફાયદાઓ

તમારા ફોનમાં આ એપ હોવાથી તમને ઘણા બધા ફાયદા થશે, જેમ કે:

તમને દર મહિને કેટલું રાશન મળવાપાત્ર છે, તેની પૂરી માહિતી તમે આ એપમાં જોઈ શકશો.

છેલ્લા 6 મહિનામાં તમે ક્યારે અને કેટલું અનાજ મેળવ્યું છે, તેનો પૂરેપૂરો રેકોર્ડ આમાં જોઈ શકાશે.

તમારે મોબાઈલ નંબર અપડેટ કરવો હોય, ઈ-કેવાયસી (e-KYC) કરવું હોય કે પછી પરિવારના કોઈ નવા સભ્યનું નામ ઉમેરવું હોય, જેવી તમામ સુવિધાઓ પણ આમાં ઉપલબ્ધ છે.

જો તમે અજાણ્યા શહેરમાં છો, તો GPS નો ઉપયોગ કરીને તમારી સૌથી નજીકની સસ્તા અનાજની દુકાન (FPS) ક્યાં છે, તે પણ આ એપ શોધી આપશે.

જો તમને રાશન વિતરણમાં કોઈ સમસ્યા નડે, તો તમે એપ દ્વારા સીધી કોઈ પણ રેશન સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો.

આ પણ વાંચોઃ રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

એપમાં રજિસ્ટર અને લોગિન કેવી રીતે કરવું?

સૌથી પહેલા તમારા ફોનના ગુગલ પ્લે સ્ટોર પરથી 'મેરા રાશન 2.0' (Mera Ration 2.0) એપ ડાઉનલોડ કરો.

એપ ઇન્સ્ટોલ થયા બાદ તેને ખોલો અને તમને અનુકૂળ હોય તેવી ભાષા પસંદ કરો.

ત્યારબાદ સ્ક્રીન પર દેખાતા 'લાભાર્થી' વિકલ્પ પર ક્લિક કરો.

હવે અહીં તમારે તમારો 12-અંકનો આધાર નંબર અથવા રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.

આ વિગતો નાખ્યા પછી તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે, તે દાખલ કરીને વેરિફિકેશન પૂરું કરો.

ભવિષ્યમાં એપમાં ફરીથી સરળતાથી લોગિન કરવા માટે 4-અંકનો એક યુનિક પિન (PIN) સેટ કરી લો.

આ પણ વાંચોઃ હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો

કોના માટે સૌથી વધુ ઉપયોગી છે આ એપ?

એવા કામદારો કે મજૂરો જેઓ પોતાના વતનથી દૂર બીજા કોઈ શહેર કે રાજ્યમાં જઈને કામ કરે છે.

એવા રેશન કાર્ડ ધારકો જેઓ સરકારી કચેરીઓના ધક્કા ખાવાને બદલે ઘરે બેઠા જ રેશન સંબંધિત માહિતી મેળવવા માંગે છે.

જે લોકો પોતાના રેશન કાર્ડમાં પરિવારના સભ્યોની વિગતો અપડેટ કરવા ઈચ્છે છે.

અને એવા જાગૃત નાગરિકો જેઓ રેશન વિતરણમાં કોઈ સમસ્યા કે અનિયમિતતા જણાય તો ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માંગે છે.

Frequently Asked Questions

મેરા રાશન એપ શું છે?

તે ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા લોન્ચ કરાયેલી એક સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન છે. આ એપ

મેરા રાશન એપ કોના માટે સૌથી વધુ ઉપયોગી છે?

આ એપ ખાસ કરીને રોજગારી માટે સ્થળાંતર કરતા કામદારો અને મજૂરો માટે ઉપયોગી છે. તે ઉપરાંત, જે રેશન કાર્ડ ધારકો ઘરે બેઠા રાશન સંબંધિત માહિતી મેળવવા માંગે છે, તેમના માટે પણ તે ફાયદાકારક છે.

મેરા રાશન એપના મુખ્ય ફાયદા શું છે?

તમે મળવાપાત્ર રાશન, છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ, e-KYC અને સભ્યના નામ ઉમેરવા જેવી સુવિધાઓ મેળવી શકો છો. તે નજીકની રાશન દુકાન શોધવા અને રાશન સંબંધિત ફરિયાદ નોંધાવવામાં પણ મદદ કરે છે.

મેરા રાશન એપમાં રજિસ્ટર અને લોગિન કેવી રીતે કરવું?

એપ ડાઉનલોડ કરીને ભાષા પસંદ કરો અને 'લાભાર્થી' પર ક્લિક કરો. તમારો આધાર અથવા રેશન કાર્ડ નંબર દાખલ કરી OTP થી વેરિફાય કરો. ભવિષ્યમાં સરળતાથી લોગિન કરવા માટે 4-અંકનો PIN સેટ કરો.

Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રિ પુરૂ થવાના સમયે જ ડ્રેસ રિર્ટન કરવાનો ખેલ થયો શરૂ, વાયરલ વીડિયો પર યુઝર્સે કરીઆ કમેન્ટ
નવરાત્રિ પુરૂ થવાના સમયે જ ડ્રેસ રિર્ટન કરવાનો ખેલ થયો શરૂ, વાયરલ વીડિયો પર યુઝર્સે કરીઆ કમેન્ટ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
Advertisement

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Embed widget